કોમોડિટી રિપોર્ટ: મસાલા પેકમાં આ સપ્તાહે રહી તેજી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: મસાલા પેકમાં આ સપ્તાહે રહી તેજી

ખાંડના ભાવ 18 મહિનાની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા. ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં ઉછાળો આવ્યો. ફેબ્રુઆરી 2025 બાદના ઉપલા સ્તર પર પહોંચ્યા ભાવ. ભારતમાં રેગ્યુલેટર્સ તરફથી કડક એક્શન છે.

અપડેટેડ 11:38:10 AM Oct 09, 2026 પર
Story continues below Advertisement
આ સપ્તાહે ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. ઓક્ટોબર વાયદામાં ભાવ ₹15500ને શિખરે પહોંચ્યા.

આ સપ્તાહે વાત કરવાની છે એગ્રી કૉમોડિટીની.એમાં પણ ખાસ કરીને મસાલા પેકની કારણ કે વરસાદની અછતને કારણે તમામે તમામ પાકની વાવણીઓ પર અસર પડી છે.. એમાં પણ આ અઠવાડિયે તમામ મસાલામાં તેજી જોવા મળી છે. જીરા, હળદર અને ધાણામાં વિવિધ કારણોને લઈને તેજી આવી છે. હજુ રવિ પાકની વાવણી શરૂ થવાને વાર છે એ પહેલા જ બજારમાં તેજી આવી ગઈ છે. તો ખાસ કરીને હવે મસાલા પેકનું આઉટલૂક શું છે.

વાવણી પર અલનીનો ભારી

હાલની ખરીફ સિઝનમાં પાકની વાવણીમાં ઘટાડો આવ્યો. 2 ઓક્ટોબર 2026 સુધી વાવણી 1% ઘટી. ગયા વર્ષની સરખામણીએ 12 લાખ હેક્ટરમાં ઓછી વાવણી થઈ.


જીરામાં કારોબાર

આ સપ્તાહે જીરામાં કારોબાર 9 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યો. ઓક્ટોબર વાયદામાં ₹24700ના સ્તર બન્યા. સતત પાંચમા મહિને જીરામાં તેજી રહી. 5 મહિનામાં ભાવ લગભગ 25% જેટલા વધ્યા. જાન્યુઆરી 2026માં ભાવ ₹21000 હતા.

જીરામાં કેમ આવી તેજી?

પ્રિમિયમ બોલ્ડ બીજની સપ્લાય ઘટી. એક્સપોર્ટ ગ્રેડ લૉટમાં પણ ઘટાડો વધ્યો. યુરોપ, નોર્થ અમેરિકામાં માગમાં વધારો થયો. ઉંઝા અને રાજસ્થાનમાં આવકમાં ઘટાડો થયો. ભારતમાં ઉત્પાદન 90-92 લાખ બેગ શક્ય છે. ગયા વર્ષે ઉત્પાદન 1.10 કરોડ બેગ હતું.

ધાણામાં પણ તેજી

આ સપ્તાહે ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. ઓક્ટોબર વાયદામાં ભાવ ₹15500ને શિખરે પહોંચ્યા. 1 સપ્તાહમાં 9%થી વધુ ભાવ વધ્યા. સપ્લાયમાં ઘટાડાને કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.

હળદરમાં કારોબાર

આ સપ્તાહે હળદરમાં શિખરેથી દબાણ આવ્યું. આ સપ્તાહે હળદરમાં 23,038ના શિખર બન્યા. હજુ પણ આ સપ્તાહે હળદરમાં 4%થી વધુની તેજી છે. કર્ણાટકમાં દુષ્કાળની સ્થિતિને કારણે હળદરના ભાવને ટેકો મળ્યો. કર્ણાટક સરકાર મુજબ 13,446 હેક્ટરમાં હળદરના પાકને નુકસાન થયુ. કર્ણાટકમાં હળદરનું કુલ વાવેતર આશરે 18,000-20,000 હેક્ટર છે. શરૂઆતના તબક્કામાં શુષ્ક હવામાન ચાલુ રહે તો ઉતારો ઘટી શકે છે. IPM સર્ટિફાઇડ હળદરની માંગમાં વધારો થયો. જુલાઈ 2026માં ભારતની હળદરની નિકાસ 10% ઘટીને 13,489 ટન રહી. એપ્રિલ-જુલાઈ દરમિયાન નિકાસ 4% વધીને 65,476 ટન રહી.

ખાંડની મીઠાશ વધી

ખાંડના ભાવ 18 મહિનાની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા. ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં ઉછાળો આવ્યો. ફેબ્રુઆરી 2025 બાદના ઉપલા સ્તર પર પહોંચ્યા ભાવ. ભારતમાં રેગ્યુલેટર્સ તરફથી કડક એક્શન છે.

ખાંડના ભાવમાં ઉછાળાના કારણો

બજારમાં સપ્લાઇને લઇને ચિંતા વધી. નવી સિઝનમાં ડેફિસિટનું જોખમ વધ્યું. અલનીનોથી ઉત્પાદન ઘટવાનું સંકટ પણ વધ્યું. બ્રાઝીલ, ભારત, થાઇલેન્ડમાં ઓછા ઉત્પાદનનું અનુમાન છે.

ખાંડની મીઠાશ વધી

સરકાર ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝનને અટકાવી શકે છે. 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ડીલર માટે સ્ટોકની મર્યાદા 1000 ક્વિન્ટલ છે. ઓક્ટોબરના મધ્યથી શેરડીનું વહેલું પિલાણ છે. ભારત તરફથી 31 ઓક્ટોબર સુધી રૉ ખાંડની ડ્યુટી-ફ્રી ઇમ્પોર્ટને મંજૂરી છે. 'ટેરિફ રેટ ક્વોટા' હેઠળ 1 mt રૉ ખાંડની ડ્યુટી-ફ્રી ઇમ્પોર્ટને મંજૂરી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2026 11:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.