આ સપ્તાહ એગ્રી કૉમોડિટીમાં નાની પણ મહત્વની એક્શન જોવા મળી, જ્યાં હળદરનો આઉટલૂક થોડો સુધરતો દેખાયો
આ સપ્તાહ એગ્રી કૉમોડિટીમાં નાની પણ મહત્વની એક્શન જોવા મળી, જ્યાં હળદરનો આઉટલૂક થોડો સુધરતો દેખાયો, તો વૈશ્વિક બજારમાં નબળા ડૉલર અને ઓછા ગ્લોબલ ઉત્પાદનના ડરથી શુગરની કિંમતો 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, તે સિવાય સરકાર ચોખા ઇન્ડસ્ટ્રીને રાહત મળે તેવા પગલાં પર વિચાર કરી રહી છે, જેમાં સ્ટોકમાં તૂટેલા ચોખાનો ભાગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે દાળને લઈને પણ જે સમાચાર આવી રહ્યા છે, તેને જોતા કઠોળનું આઉટલૂક પણ સુધરતું જોવા મળી શકે છે.
હળદળ આ સપ્તાહ 13,000 ની ઉપર કિંમતો પહોંચી. જાન્યુઆરીમાં 16,000ની કિંમતો હતી, પછી લગભગ 12000ની નીચે પણ કિંમતો પહોંચી હતી હવે ફરી એક સારી રિકવરી અને હોળી બાદ 13,000 સુધી કિમતો પહોંચી
હળદરના આઉટલૂક પર નજર
આ સપ્તાહે એપ્રિલ વાયદો ₹12500ને પાર પહોંચતો દેખાયો. 3 દિવસમાં આશરે 10% સુધી ભાવ વધતા દેખાયા. જાન્યુઆરી 2025માં ₹16000ની નજીક કિંમતો હતી. કિંમતોમાં નીચલા સ્તરેથી ખરીદદારી યથાવત્ છે.
શુગરમાં કારોબાર
વૈશ્વિક બજારમાં ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશ અને ઓછા ગ્લોબલ શુગર ઉત્પાદનથી સપોર્ટ મળ્યો. ફેબ્રુઆરીમાં બ્રાઝિલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 5.5% ઘટ્યું. ISMAએ ભારતના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 2.4 મિલિયન ટન કર્યો. ISO એ 2024-25 માટે વૈશ્વિક ઉત્પાદન અંદાજ ઘટાડ્યો. વૈશ્વિક ઉત્પાદન અંદાજ 179.1 મિલિયન ટનથી ઘટાડી 175.5 મિલિયન ટન કર્યો.
સરકારી સ્ટોકમાં બ્રોકનરાઇઝ 25% થી ઘટાડી 10% કરવામાં આવશે. સૂત્રના દ્વારા સ્ટોકમાં તૂટેલા ચોખાનો ભાગ ઘટાડશે સરકાર. ભાગેદારી 25%થી ઘટાડી 10% કરવાની યોજના છે. કરીયાણાની દુકાનમાં ચોખાની ક્વાલિટી સુધરશે. ઇથેનોલ બનાવવા માટે વધારે ચોખા ઉપલબ્ધ થશે. 31 ઓક્ટોબર 2025 સુધી 24 લાખ ટન ચોખાની ફાળવણી છે. ઇથેનોલ બનાવવા માટે 24 લાખ ટન ચોખાની ફાળવણી છે.
સરકાર ખરીદશે દાળ
સૂત્રના દ્વારા કેન્દ્ર 45 લાખ ટન દાળ ખરીદશે. પ્રાઈસ સપોર્ટ સિસ્ટમ હેઠળ ખરીદી થશે. ખેડૂતો પાસેથી MSP પર દાળની ખરીદી થશે. 2024-25 માર્કેટિંગ સીઝન માટે ખરીદી થશે. ખરીફ અને રવી બન્ને સીઝનની દાળની ખરીદી થશે. 2017-18માં થઈ રેકોર્ડ 45 લાખ ટનની ખરીદી. બજારોમાં કિંમતો MSPથી ઓછી હોવાથી સરકાર દાળ ખરીદશે.