કોમોડિટી રિપોર્ટ: US-ભારત વચ્ચેની ડીલથી એગ્રી સેક્ટર પર ફોકસ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: US-ભારત વચ્ચેની ડીલથી એગ્રી સેક્ટર પર ફોકસ

ડીલ હેઠળ ભારત એગ્રી પ્રોડક્ટનું ઇમ્પોર્ટ કરશે. એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ હટાવવા અથવા ઓછું કરવાની મંજૂરી છે. તાજા અને પ્રોસેસ્ડ ફળ, અમુક દાળનો ઇમ્પોર્ટ થશે. સોયાબીન તેલ, વાઈન, સ્પિરિટ્સનો ઇમ્પોર્ટ પણ થશે. 500 બિલિયનથી વધારેની વસ્તુંઓનું ઇમ્પોર્ટ કરશે ભારત.

અપડેટેડ 01:38:07 PM Feb 13, 2026 પર
Story continues below Advertisement
ભારત અને US વચ્ચે ટ્રેડ ડીલ થવાનો લાભ એગ્રી સેક્ટરને થવાનો છે, USએ ભારત પર ટેરિફ ઘટાડી 18 ટકા કર્યા, જેના કારણે હવે એગ્રી એક્સપોર્ટર્સને ઘણા ફાયદો થશે, અને અમેરિકાના બજારોમાં ભારતની પકડ મજબૂત બનશે.

ભારત અને US વચ્ચે ટ્રેડ ડીલ થવાનો લાભ એગ્રી સેક્ટરને થવાનો છે, USએ ભારત પર ટેરિફ ઘટાડી 18 ટકા કર્યા, જેના કારણે હવે એગ્રી એક્સપોર્ટર્સને ઘણા ફાયદો થશે, અને અમેરિકાના બજારોમાં ભારતની પકડ મજબૂત બનશે. US-ભારત વચ્ચેની ડીલને ધ્યાનમાં રાખી કૉટન ઇન્ડસ્ટ્રી સાથે હવે દાળ બજાર પણ ફોકસમાં આવી રહી છે..આ ડીલના શું ફાયદા થશે અને આગળ હવે આ ઇન્ડસ્ટ્રીઝનું આઉટલૂક કેવું બની રહ્યું છે તે જાણીશું.

ભારત-US ડીલ એક, ફાયદા અનેક

એગ્રી, ઓર્ગેનિક એક્સપોર્ટમાં વધારાની આશા છે. ટેરિફ દર ઘટવાથી એક્સપોર્ટર્સને ફાયદો થશે. અમેરિકાના બજારમાં ભારતની પકડ મજબૂત થશે.


વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન

ડીલ હેઠળ ભારત એગ્રી પ્રોડક્ટનું ઇમ્પોર્ટ કરશે. એગ્રી પ્રોડક્ટ પર ટેરિફ હટાવવા અથવા ઓછું કરવાની મંજૂરી છે. તાજા અને પ્રોસેસ્ડ ફળ, અમુક દાળનો ઇમ્પોર્ટ થશે. સોયાબીન તેલ, વાઈન, સ્પિરિટ્સનો ઇમ્પોર્ટ પણ થશે. 500 બિલિયનથી વધારેની વસ્તુંઓનું ઇમ્પોર્ટ કરશે ભારત.

બાંગ્લાદેશમાં ભારતના કોટનની માગ ઓછી

2024/2025માં બાંગ્લાદેશમાં ભારતીય કોટનની માગ ઘટી છે. બાંગ્લાદેશમાં બ્રાઝિલથી કોટનની આયાતમાં વધારો થયો. 2023/2024માં બાંગ્લાદેશે સૌથી વધુ કોટન ભારતથી આયાત કર્યું હતું.

ભારતીય કોટન પર અસર

બાંગ્લાદેશ US કોટનથી કપડા બનાવશે તો USમાં લાગશે ઝીરો ટેરીફ. બાંગ્લાદેશમાં ભારતના કોટનની માગમાં વધુ ઘટાડો થશે. બાંગ્લાદેશમાં ભારતના કોટનની માગ પહેલાથી જ ઘટી છે. USના કોટનની આયાત વધારે તો ભારતના બજાર પર અસર થાય.

દાળના ખેડૂતોને રાહત!

ભારતીય ખેડૂતો અને દાળ ઉત્પાદકો માટે સારા સમાચાર છે. ભારત-US ટ્રેડ ડીલની ફેક્ટ શીટ બદલાઈ છે. US એગ્રી પ્રોડક્ટની લિસ્ટથી દાળને બહાર કરવામાં આવી. પહેલા અમેરિકાની દાળ પર ટેરિફ ઓછી અથવા હટાવવાની વાત હતી.

USથી આવશે દાળ?

ભારત-અમેરિકા ડીલમાં દાળના ઇમ્પોર્ટનો ઉલ્લેખ થયો.

ટ્રેડ ડીલ પર ફેક્ટ શીટમાં મોટા ફેરફાર

અમેરિકાએ ટ્રેડ ડીલ ફેક્ટ શીટમાં મોટો ફેરફાર કર્યો. સંશોધિત ફેક્ટ શીટમાં દાળનો સમાવેશ નહીં. અમેરિકા પાસેથી ખરીદેલા ઉત્પાદનોની યાદીમાં કઠોળનો સમાવેશ નહીં. અગાઉ, કઠોળનો પણ કૃષિ ઉત્પાદનોમાં સમાવેશ હતો. ડિજિટલ સર્વિસ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ દૂર કરવામાં આવ્યો.

સોયાબીન: ભાવ 2 મહિનાના ઉચ્ચતમ સ્તરે

ચીન ચાલુ સિઝનમાં 20 મિલિયન ટન US સોયાબીન ખરીદશે. આવતા વર્ષે 25 મિલિયન ટન ખરીદવા માટે તૈયાર છે.

ઘઉં: ભાવ 2 મહિનાના ઉચ્ચતમ સ્તરે

અમેરિકા, રશિયામાં ભારે ઠંડી છે. રશિયાના એક્સપોર્ટ ક્વોટા અંગે અનિશ્ચિતતા છે.

કપાસના ભાવમાં ઘટાડો

કપાસમાં કિંમતો 10 અઠવાડિયાના નીચલા સ્તરે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2026 1:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.