આ સપ્તાહ નાનુ રહ્યું પણ નોન એગ્રી કૉમોડિટીમાં ઘણી બધી વોલેટાલિટી જોઈ, જેમાં ટેરિફની ચિંતાએ ક્રૂડ અને મેટલ્સ પર વધુ ફોકસ રહ્યું, તો સોના-ચાંદીમાં પણ અમેરિકામાં મોંઘવારી દર અનુમાનથી ઓછો રહેતા સપોર્ટ મળતો દેખાયો હતો. કૉમોડિટી પર ટેરિફ વોરની કેવી અને કેટલી અસર જોવા મળશે તે અંગે આજે ચર્ચા કરીશું, અને તેની સાથે જ આવી વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતીમાં કઈ કૉમોડિટીમાં રોકાણ કરવાની તક છે તેની પણ ચર્ચા કરીશું.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
આ સપ્તાહે કિંમતોમાં ઘણી વોલેટાલિટી જોઈ. USમાં મોંઘવારી ઘટતા અને સ્થાનિક ડિમાન્ડ સુધરતા કિંમતોને સપોર્ટ મળ્યો. US ગેસોલિનની ઇન્વેન્ટરી 6 મિલિયન bblથી ઘટી. US ક્રૂડની ઇન્વેન્ટરી 1.5 મિલિયન bblથી વધી. ટેરિફ વૉર અને ચાઈના તરફથી નબળી માગ પર નજર રહેશે. OPEC+ એપ્રિલથી આઉટપુટ વધારશે.
ક્રૂડમાં આવશે ઘટાડો?
JP મોર્ગનએ $50/BPDના લક્ષ્ય આપ્યા. સિટીએ $60/BPDના લક્ષ્ય આપ્યા છે.
ક્રૂડમાં વોલેટાલિટીના કારણો
સતત સાતમાં સપ્તાહે કિંમતો ઘટી. માર્ચમાં $70ની નીચે કિંમતો પહોંચી ચૂકી છે. એક મહિનામાં આશરે 9% સુધી ભાવ ઘટ્યા છે.
ક્રૂડમાં દબાણના કારણો
ટ્રમ્પ ટેરિફને લઈ અનિશ્ચિતતા કારણે કિંમતો ઘટી. કેનેડા, મેક્સિકોને ટેરિફમાં અમુક રાહત મળી. રશિયાએ યૂક્રેન સાથે યુદ્ધવિરામ પર ચર્ચા કરવા તૈયાર છે. એપ્રિલથી ક્રૂડ ઉત્પાદન OPEC+ દેશોના વધારશે. ચીનના કોર CPIના આંકડા નેગેટીવ છે.
શરૂ થઈ ટેરિફ વોર?
કેનેડા અને EUએ US પર ટેરિફ લગાવ્યા. સ્ટીલ, એલ્યુમિનિયમ પર 25% ટેરિફના જવાબમાં ટેરિફ લગાવ્યા. કેનેડાએ $20.8 બિલિયનના અમેરિકાના સાનામ પર 25% ટેરિફ લગાવ્યા. G7ની બેઠકમાં ટેરિફનો મુદ્દો ઉપાડશે કેનેડા. EUએ 26 બિલિયન યૂરોના અમેરિકાના સામાન પર ટેરિફ લગાવ્યા. સંપૂર્ણ ટેરિફ 13 એપ્રિલથી લાગૂ થશે. ટેક્સટાઈલ અને એગ્રી પ્રોડક્ટ પર પણ ટેરિફ લગાવશે.
USની કઈ વસ્તુંઓ પર લાગશે ટેરિફ?
હોમ અપ્લાયન્સ, સોયાબીન, બીફ, પોલ્ટ્રીના સામાન પર ટેરિફ રહેશે.
ટ્રમ્પ ટેરિફ પર મેક્સિકો
હાલ અમેરિકાના એક્શન પર જવાબી કાર્યવાહી નહીં. US સાથે સમજૂતી પર પહોંચવા માટે એપ્રિલ સુધી રાહ જોઈશું.
સોનામાં કારોબાર
ગત સપ્તાહે કિંમતો 1.5% વધી હતી. સપ્તાહ દરમિયાન COMEX પર ભાવ ફરી 2900 ડૉલરેન પાર પહોંચ્યા. US તરફથી ટેરિફને લઈ અનિશ્ચિતતાની અસર રહેશે. ફેબ્રુઆરીમાં સતત ચોથા મહિને ચાઈનાએ સોનાની ખરીદી કરી. ડૉલર ઇન્ડેક્સ 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. ફેબ્રુઆરીમાં USમાં અનુમાન કરતા રોજગાર વધ્યો.