મિડલ ઈસ્ટના જીઓ-પોલિટિકલ ડેવલપમેન્ટ્સ પર બજારની નજર છે. ઈરાન અને યુએસ વચ્ચે તણાવ યથાવત છે, પરંતુ રાજનૈતિક વાતચીતની આશાએ સોનામાં સેફ-હેવન ખરીદીનો રસ થોડો ઓછો કર્યો છે.
Gold Silver Price Today: સોનું અને ચાંદીના બજારમાં કમજોરી યથાવત છે. મજબૂત ડોલર, અમેરિકામાં વ્યાજદરમાં વધુ વધારો થવાની આશંકા અને ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટમાં નરમાઈને કારણે કિંમતી ધાતુઓના ભાવ પર વધુ દબાણ આવ્યું છે. કોમેક્સ પર ગોલ્ડ $3,981.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે $57.40 અથવા 1.42% નીચું હતું. દિવસ દરમિયાન તે $3,955.40 પ્રતિ ઔંસના નીચલા સ્તર સુધી પણ ગયું હતું. આ પહેલાં આ ધાતુ $4,032.50 પ્રતિ ઔંસ પર બંધ થયું હતું.
ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી. કોમેક્સ સિલ્વર સેશન દરમિયાન $57.035 પ્રતિ ઔંસના નીચલા લેવલ સુધી સરક્યા બાદ 1.38% ઘટીને $57.375 પ્રતિ ઔંસ પર આવી ગયું.
સોનું-ચાંદી પર દબાણ શા માટે?
માર્કેટ પર સૌથી મોટું દબાણ એ અપેક્ષાનું છે કે યુએસ ફેડરલ રિઝર્વમોંઘવારી કાબૂમાં લેવા માટે મોનેટરી પોલિસી વધુ કડક કરી શકે છે. હાલ ટ્રેડર્સ આ વર્ષે 3 વધુ ઇન્ટરેસ્ટ રેટ હાઈકની સંભાવના જોવી રહ્યા છે. CME FedWatch ડેટા મુજબ સપ્ટેમ્બરમાં રેટ વધારાની 63% શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
આ સાથે મજબૂત US ડોલરે પણ બુલિયનની માંગને અસર કરી છે. કારણ કે ડોલર મજબૂત બને ત્યારે બીજી કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું અને ચાંદી વધુ મોંઘાં પડી જાય છે. પરિણામે માંગ નરમ પડે છે.
મિડલ ઈસ્ટ ટેન્શન છતાં સેફ-હેવન ખરીદી કેમ ઘટી?
મિડલ ઈસ્ટના જીઓ-પોલિટિકલ ડેવલપમેન્ટ્સ પર બજારની નજર છે. ઈરાન અને યુએસ વચ્ચે તણાવ યથાવત છે, પરંતુ રાજનૈતિક વાતચીતની આશાએ સોનામાં સેફ-હેવન ખરીદીનો રસ થોડો ઓછો કર્યો છે.
અહેવાલો મુજબ ઈરાન અને US ની વાતચીત કરતી ટીમો દોહામાં મળી શકે તેવી આશા છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કોઈ ફોર્મલ મિટિંગ નક્કી કરવામાં આવી નથી. આ વિરોધાભાસી સંકેતો બજારમાં અનિશ્ચિતતા તો બનાવે છે, પરંતુ હજી સુધી તે સોનાને મજબૂત ટેકો આપી શક્યા નથી.
નિષ્ણાત શું કહે છે?
Riddhisiddhi Bullions ના Managing Director અને India Bullion and Jewellers Association ના President પૃથ્વીરાજ કોઠારીના કહેવા મુજબ, સોનામાં ઘટાડાનો ટ્રેન્ડ હવે સતત 4 અઠવાડિયાથી ચાલુ છે. તેમના જણાવ્યા પ્રમાણે સોનું જાન્યુઆરી 2026ના તેના રેકોર્ડ હાઈ $5,597 પ્રતિ ઔંસથી લગભગ 30% નીચે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સતત મોંઘવારીની ચિંતા અને ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વાર્સની કડક ટિપ્પણીઓએ કડક મોનેટરી પોલિસીની આશંકા વધુ મજબૂત કરી છે. કોઠારીના મતે, કાચા તેલના ભાવ $70 પ્રતિ બેરલથી ઉપર જતા મોંઘવારીની ચિંતા પણ વધી છે, જેના કારણે કિંમતી ધાતુઓને મળતો સપોર્ટ નબળો પડ્યો છે.
આગળ કયા લેવલ મહત્વના?
સોનામાં મુખ્ય સપોર્ટ $3,950 થી $4,000 પ્રતિ ઔંસની રેન્જમાં દેખાઈ રહ્યો છે, ચાંદી વધુ નબળી બની છે. તાજેતરના સેશન્સમાં COMEX પર સિલ્વર લગભગ 10% જેટલું તૂટ્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.