Gold Price Outlook: સોનાની તેજી પર લાગી શકે બ્રેક, HSBCએ 2026-27નું અનુમાન ઘટાડ્યું
HSBCએ નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ પર વધુ દબાણની શક્યતા વ્યક્ત કરી છે અને 2026 તથા 2027 માટેના સરેરાશ ભાવનું અનુમાન ઘટાડ્યું છે. બેંકે 2026 માટે $4,490 અને 2027 માટે $4,825 પ્રતિ ઔંસનો અંદાજ આપ્યો છે. હાલમાં સ્પોટ ગોલ્ડ લગભગ $4,184.45 પ્રતિ ઔંસ છે અને આ સપ્તાહમાં 2%થી વધુ ઘટ્યું છે. HSBCના મતે ભાવ $4,000ની આસપાસ અથવા તેનાથી નીચે જાય તો સેન્ટ્રલ બેન્કોની ખરીદી ફરી વધી શકે છે.
સોનાના ભાવ પર વધુ દબાણની શક્યતા! HSBCએ 2026-27નું Gold Price Forecast ઘટાડ્યું.
Gold Price Outlook: સોનાના ભાવ પર નજીકના ભવિષ્યમાં વધુ દબાણ જોવા મળી શકે છે. Reutersના અહેવાલ મુજબ HSBCએ આ અંગે આગાહી કરી છે. બેંકે વર્ષ 2026 માટે સોનાની સરેરાશ કિંમતનું અનુમાન ઘટાડીને $4,490 પ્રતિ ઔંસ કર્યું છે. જ્યારે 2027 માટે સરેરાશ ભાવનું અનુમાન ઘટાડીને $4,825 પ્રતિ ઔંસ કરવામાં આવ્યું છે.
હાલમાં વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,184.45 પ્રતિ ઔંસ આસપાસ છે. આ સપ્તાહમાં અત્યાર સુધી સોનાના ભાવમાં 2%થી વધુનો ઘટાડો નોંધાયો છે.
$4,000ની આસપાસ ભાવ ઘટે તો સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધી શકે
HSBCએ નજીકના સમયમાં સોનાના ભાવ પર દબાણની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, બેંકે એક મહત્વપૂર્ણ બાબત પણ જણાવી છે. જો સોનાના ભાવમાં ઘટાડો થાય અને ખાસ કરીને ભાવ $4,000 પ્રતિ ઔંસની આસપાસ અથવા તેનાથી નીચે જાય, તો સેન્ટ્રલ બેન્કો ફરીથી સોનાની ખરીદી શરૂ કરી શકે છે.
સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોનાના ભાવને સપોર્ટ આપી શકે છે અને નીચા સ્તરે માંગમાં વધારો જોવા મળી શકે છે.
એક દિવસ પહેલા વૈશ્વિક બજારમાં વધ્યો હતો સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં એક દિવસ અગાઉ સ્પોટ ગોલ્ડનો ભાવ $4,165.29 પ્રતિ ઔંસ હતો. અમેરિકામાં મોંઘવારીના આંકડા નબળા રહેતા ફેડરલ રિઝર્વ દ્વારા ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાઓ ઘટી હતી. આ કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.
હવે રોકાણકારોની નજર અમેરિકાના પેરોલ ડેટા પર છે. આ ડેટા ફેડની આગામી વ્યાજદર નીતિ અંગે બજારના અનુમાનને અસર કરી શકે છે.
દરમિયાન, વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ હાલમાં લગભગ $61.18 પ્રતિ ઔંસ છે.
Metals Focusને 2026ના અંત સુધી સોનું $5,000ની આશા
બીજી તરફ, તાજેતરમાં Metals Focusના મેનેજિંગ ડિરેક્ટર ફિલિપ ન્યૂમેનનું અનુમાન પણ સામે આવ્યું હતું. તેમના મતે વૈશ્વિક બજારમાં 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
જો સોનાનો ભાવ આ સ્તરે પહોંચે છે તો ચાંદીમાં પણ તેજી જોવા મળી શકે છે અને તેનો ભાવ $80 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ન્યૂમેનના મતે 2027માં ચાંદીમાં વધુ તેજીની સંભાવના છે.
Jefferiesના ક્રિસ વુડનું સોનાને લઈને મોટું અનુમાન
આ ઉપરાંત, સપ્ટેમ્બરના મધ્યમાં Jefferiesના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વુડએ પણ સોનાને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સોનાનો ભાવ વધીને $10,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
આ રીતે સોનાના ભાવને લઈને બજારમાં અલગ-અલગ અનુમાન જોવા મળી રહ્યા છે. એક તરફ HSBCએ નજીકના ભવિષ્યમાં દબાણની શક્યતા વ્યક્ત કરીને 2026-27ના સરેરાશ ભાવનું અનુમાન ઘટાડ્યું છે, જ્યારે અન્ય કેટલાક માર્કેટ નિષ્ણાતોએ લાંબા ગાળે સોનામાં તેજીની શક્યતા વ્યક્ત કરી છે.