Gold Price Today: સતત બીજા દિવસે સોનામાં તેજી, ચાંદીના ભાવ ગગડ્યા, ખરીદી કરતા પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Price Today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી કિંમતો ઘટી છે. અમદાવાદ સહિત દેશના 10 મોટા શહેરોના લેટેસ્ટ રેટ અહીં જુઓ.
, ઔદ્યોગિક માંગ નબળી રહેવાને કારણે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
Gold Price Today : લગ્નની સીઝન કે તહેવારોમાં સોના-ચાંદીની ખરીદી કરવા નીકળતા પહેલાં તેના લેટેસ્ટ રેટ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. દેશમાં આજે સતત બીજા દિવસે સોનાની ચમક વધી છે, જ્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં ત્રણ દિવસની સ્થિરતા બાદ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ચાલી રહેલી વાતચીત અને રૂપિયાની નબળાઈને કારણે સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે.
ગઈકાલે સોનાના ભાવમાં નજીવો વધારો થયા બાદ આજે ફરી એકવાર 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 10 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ઔદ્યોગિક માંગ નબળી રહેવાને કારણે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
દેશના 10 મોટા શહેરોમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
દેશના અલગ-અલગ મુખ્ય શહેરોમાં આજે 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ નીચે મુજબ રહ્યા છે:
ચાંદીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી તેના ભાવ સ્થિર હતા. પરંતુ આજે તેમાં કડાકો જોવા મળ્યો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં આજે એક કિલો ચાંદી 100 રૂપિયા સસ્તી થઈને 2,49,900 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. જ્યારે ચેન્નાઈમાં ચાંદીનો ભાવ સૌથી વધુ 2,54,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.