ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 58,150 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 63,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold Rate Today: સોનાના ભાવ રોજ વધી રહ્યા છે. આજે ચેન્નઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 64,000 રૂપિયાને પાર કરી ગયો છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડના રેટ ચેન્નઈમાં 58,700 રૂપિયા છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના રેટ 63,530 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના રેટ 79,200 રૂપિયા પર છે. દેશમાં લગ્નની સીઝન શરૂ થઈ ચુકી છે અને ડિમાંડ વધવાના કારણે ગોલ્ડની કિંમતોમાં તેજીનો સમય આવી ગયો છે.
દેશના મોટા શહેરોમાં 29 નવેમ્બર 2023 ના આ રહ્યા ગોલ્ડ રેટ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
58,100
63,380
ગુરુગ્રામ
58,250
63,530
કોલકાતા
58,100
63,380
લખનઉ
58,250
62,530
બેંગ્લોર
58,100
63,380
જયપુર
58,250
63,530
પટણા
58,150
63,430
ભુવનેશ્વર
58,100
63,380
હૈદરાબાદ
57,100
63,380
સોનાના ભાવ આ રીતે થાય છે નક્કી
સોનાની કિંમત ઘણી હદ સુધી બજારમાં સોનાની ડિમાંડ અને સપ્લાઈના આધાર પર નક્કી થાય છે. સોનાની માંગ વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડની સપ્લાઈ વધશે તો ભાવ ઓછા થશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. ઉદાહરણ માટે જો ઈંટરનેશનલ ઈકૉનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે, તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.