MCX પર સોનામાં ચમકારો, ચાંદીની ચમક ફીકી પડી-જાણો આજના લેટેસ્ટ ગોલ્ડ-સિલ્વર રેટ્સ અને કમાણીની શાનદાર ટિપ્સ | Moneycontrol Gujarati
Get App

MCX પર સોનામાં ચમકારો, ચાંદીની ચમક ફીકી પડી-જાણો આજના લેટેસ્ટ ગોલ્ડ-સિલ્વર રેટ્સ અને કમાણીની શાનદાર ટિપ્સ

MCX પર આજે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોનામાં તેજી અને ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. જાણો આજના લેટેસ્ટ રેટ અને એક્સપર્ટની ટ્રેડિંગ ટિપ્સ.

અપડેટેડ 12:54:12 PM Aug 11, 2026 પર
Story continues below Advertisement
ડોલર ઈન્ડેક્સમાં નરમાશ આવવાને કારણે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ સસ્તી થઈ છે.

Gold-Silver rate today : કમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. અમેરિકન ડોલરમાં જોવા મળેલી નબળાઈ અને ગ્લોબલ માર્કેટના પોઝિટિવ માહોલને કારણે કિંમતી ધાતુઓને સપોર્ટ મળી રહ્યો છે. જો તમે પણ કમોડિટી માર્કેટમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગો છો, તો આજના લેટેસ્ટ રેટ્સ અને એક્સપર્ટની સલાહ જાણવી ખૂબ જ જરૂરી છે.

સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

આજે સવારે 11:15 વાગ્યાની આસપાસ MCX પર કિંમતો કંઈક આ પ્રમાણે હતી,,,સોનામાં 538 રૂપિયા (0.35%) નો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 153,700 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ, ચાંદીમાં નબળાઈ જોવા મળી હતી. ચાંદી 1,480 રૂપિયા (0.62%) ઘટીને 235,300 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહી હતી.

બજારમાં કેમ જોવા મળી રહી છે આ હિલચાલ?

ડોલર ઈન્ડેક્સમાં નરમાશ આવવાને કારણે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ સસ્તી થઈ છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 88 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે. ઈરાને ચીમકી આપી છે કે જ્યાં સુધી અમેરિકા તેની કાર્યવાહી બંધ નહીં કરે અને વળતર નહીં આપે, ત્યાં સુધી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ રહેશે. આ અનિશ્ચિતતાની અસર પણ બજાર પર દેખાઈ રહી છે.


LKP સિક્યોરિટીઝના જતિન ત્રિવેદીની સલાહ

એક્સપર્ટ જતિન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે જાહેર થનારા અમેરિકાના રિટેલ મોંઘવારીના આંકડા પર બજારની ચાંપતી નજર રહેશે.જો મોંઘવારીના આંકડા ઓછા આવશે, તો સોનાને મજબૂત સપોર્ટ મળશે. પરંતુ, જો CPI ડેટા અપેક્ષા કરતા વધારે આવશે, તો ડોલર મજબૂત થશે અને સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. ટેકનિકલ રીતે જોઈએ તો, ટૂંકા ગાળામાં MCX પર સોનું 1,50,000 થી 1,54,000 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થવાની સંભાવના છે.

અન્ય કમોડિટીઝની શું છે સ્થિતિ?

કોપર (તાંબુ): સપ્ટેમ્બર વાયદો 0.16 ટકા (2.15 રૂપિયા) વધીને 1,380 રૂપિયાની આસપાસ જોવા મળ્યો હતો.

ક્રૂડ ઓઇલ: ઓગસ્ટ વાયદો 0.91 ટકા (71 રૂપિયા) ની તેજી સાથે 7,875 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો હતો.

નેચરલ ગેસ: ઓગસ્ટ વાયદો 0.70 ટકાના ઉછાળા સાથે 266.70 રૂપિયા પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

ELECDMBL: ઓગસ્ટ વાયદો 1.59 ટકા (73 રૂપિયા) વધીને 4,676 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

એક્સપર્ટની કમાણી કરાવતી ટિપ્સ

રિસર્ચ એનાલિસ્ટ અનુજ ગુપ્તાના મતે આજે ગોલ્ડ અને નેચરલ ગેસમાં કમાણીની શાનદાર તકો રહેલી છે.

1. ગોલ્ડ (MCX)

ખરીદી: 152,500 રૂપિયાની આસપાસ ખરીદી કરો.

સ્ટોપ લોસ: 151,850 રૂપિયા

ટાર્ગેટ: 154,000 રૂપિયા

2. નેચરલ ગેસ (MCX)

ખરીદી: 263 રૂપિયાની આસપાસ ખરીદી કરો.

સ્ટોપ લોસ: 256 રૂપિયા

ટાર્ગેટ: 275 રૂપિયા

આ પણ વાંચો-ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 11, 2026 12:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.