Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ! ક્રેશ થયા બાદ સીધો 21,000 રૂપિયાનો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold-Silver Price Hike: સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી! ચાંદીના ભાવમાં એક જ ઝાટકે 21,000 રૂપિયાનો વધારો જ્યારે સોનું પણ મોંઘું થયું. જાણો આજના લેટેસ્ટ ભાવ અને બજારમાં આવેલી અચાનક તેજીનું કારણ.
Gold-Silver Price Hike: સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી! ચાંદીના ભાવમાં એક જ ઝાટકે 21,000 રૂપિયાનો વધારો જ્યારે સોનું પણ મોંઘું થયું.
Gold-Silver Price Update: છેલ્લા થોડા દિવસોથી સોના-ચાંદીના ભાવમાં જે ઉથલ-પાથલ ચાલી રહી છે, તેણે રોકાણકારો અને ગ્રાહકો બંનેના શ્વાસ અધ્ધર કરી દીધા છે. હવે કિંમતી ધાતુઓમાં પણ શેર બજાર જેવી વોલેટિલિટી (અસ્થિરતા) જોવા મળી રહી છે. ક્યારેક ભાવ આસમાને પહોંચે છે તો ક્યારેક અચાનક ધડામ દઈને નીચે પટકાય છે. ગયા અઠવાડિયે આપણે જોયું કે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે મંગળવારે ફરી એકવાર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે.
ખાસ કરીને ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. એક સમયે 4 લાખને પાર પહોંચેલી ચાંદી ક્રેશ થયા બાદ, આજે ફરી એકવાર મોટા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે.
ચાંદીના ભાવમાં 21,000 રૂપિયાનો તોતિંગ વધારો
આજે એટલે કે મંગળવારે (3 ફેબ્રુઆરી), વાયદા બજાર (MCX) ખુલતાની સાથે જ ચાંદી ચમકી ઉઠી હતી. સોમવારે ચાંદીના ભાવ ઘટીને 2.25 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા. પરંતુ આજે માર્કેટ ઓપન થતાની સાથે જ તેમાં સીધો 21,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
આજના લેટેસ્ટ ભાવની વાત કરીએ તો, 1 કિલો ચાંદીની કિંમત ઉછળીને 2,57,480 રૂપિયા પર પહોંચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા એટલે કે 29 જાન્યુઆરીએ ચાંદીએ ઈતિહાસ રચ્યો હતો અને ભાવ પહેલીવાર 4 લાખ રૂપિયાને પાર ગયો હતો.
સોનાના ભાવમાં પણ ચમકારો: 5000થી વધુનો ઉછાળો
માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ આજે તેજી જોવા મળી છે. સોમવારે (2 ફેબ્રુઆરી) MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 1,43,991 રૂપિયા પર બંધ રહ્યો હતો. આજે માર્કેટ ખુલતાની સાથે જ સોનામાં 5,494 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
આ વધારા સાથે બજારની શરૂઆતમાં જ સોનાનો ભાવ 1,49,485 રૂપિયા પર પહોંચી ગયો હતો. જોકે, આ ભાવ હજુ પણ તેના ઓલટાઈમ હાઈ કરતા નીચે છે. યાદ અપાવી દઈએ કે 29 જાન્યુઆરીએ સોનું પણ રેકોર્ડબ્રેક સપાટીએ હતું અને 10 ગ્રામનો ભાવ 1,93,096 રૂપિયા થઈ ગયો હતો.
બજારમાં અચાનક કેમ આવી તેજી?
સોના-ચાંદી અને ભારતીય શેર બજારમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા સમાચાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફ (આયાત ડ્યુટી) માં 18 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સમાચારની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી છે.
આ પોઝિટિવ સમાચારને કારણે મંગળવારે શેર બજારમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2,546 પોઈન્ટ અને નિફ્ટીમાં 724 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. આ વૈશ્વિક સંકેતોને કારણે જ આજે બુલિયન માર્કેટમાં પણ લીલોતરી જોવા મળી રહી છે.