ભારતે લગભગ 3 વર્ષમાં રશિયા પાસેથી કુલ 112.5 બિલિયન યુરોનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આ ખરીદી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી થઈ છે. એક યુરોપિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશને આ માહિતી આપી. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)એ 24 ફેબ્રુઆરી 2022થી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે રશિયાને કરવામાં આવેલા પેમેન્ટ્સ પર આ રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "અમારા અંદાજ મુજબ, યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ ફોસિલ ફ્યુલના એક્સપોર્ટમાંથી કુલ 835 અબજ યુરોની આવક મેળવી છે.’