લ્યો બોલો, હવે ટામેટાની પણ થવા લાગી ચોરી, કોણ અને ક્યાંથી ચોરી ગયું મહામુલા લાખોના ટામેટા, જાણીને ચોંકી જશો | Moneycontrol Gujarati
Get App

લ્યો બોલો, હવે ટામેટાની પણ થવા લાગી ચોરી, કોણ અને ક્યાંથી ચોરી ગયું મહામુલા લાખોના ટામેટા, જાણીને ચોંકી જશો

ટામેટાના વધતા ભાવની વચ્ચે કર્ણાટકમાંથી સામે આવેલો કિસ્સો જાણી ચોંકી જશો. અત્યાર સુધીમાં આપે સોના-ચાંદી અથવા અન્ય કિંમતી સામાનની ચોરી થઈ હોય તેવું સાંભળ્યું હશે, પણ હાસન જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.

અપડેટેડ 12:37:56 PM Jul 06, 2023 પર
Story continues below Advertisement
ચોરોએ અહીં કોઈના ઘર કે બંગલામાં નહીં પણ એક ખેડૂતના ખેતરમાં ધાડ પાડી હતી. આરોપ છે કે, ચોરોએ ખેડૂતના ખેતરમાંથી લાખો રૂપિયાના ટામેટા ઉપાડી ગયા છે.

Karnataka: દેશમાં મોંઘવારીએ માજા મુકી છે. શાકભાજીથી લઈને દાળ સુધીના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેમાં પણ હાલના દિવસોમાં સૌથી વધુ કોઈ ચર્ચામાં હોય તો તે છે ટામેટા. ખાસ કરીને ટામેટાના ભાવે તો રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. કેટલાય રાજ્યોમાં ટામેટા 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સ્થિતિ એવી છે કે સામાન્ય જનતા ટામેટા લેતા ડરી રહી છે. ટામેટા ઉપરાંત અન્ય શાકભાજીના ભાવે પણ સામાન્ય લોકોના રસોડું બજેટ ખરાબ કરી નાખ્યું છે.

ટામેટાના વધતા ભાવની વચ્ચે કર્ણાટકમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં આપે સોના-ચાંદી અથવા અન્ય કિંમતી સામાનની ચોરી થઈ હોય તેવું સાંભળ્યું હશે, પણ હાસન જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ચોરોએ અહીં કોઈના ઘર કે બંગલામાં નહીં પણ એક ખેડૂતના ખેતરમાં ધાડ પાડી હતી. આરોપ છે કે, ચોરોએ ખેડૂતના ખેતરમાંથી લાખો રૂપિયાના ટામેટા ઉપાડી ગયા છે.


અઢી લાખ રૂપિયાના ટામેટા ચોરી ગયા

ટામેટાની ચોરીનો કિસ્સો હજુ બે દિવસ પહેલાનો જ છે. ખેડૂત દંપતીનું કહેવું છે કે, તેમના ખેતરમાંથી ચોરોએ કેટલાય કિલો ટામેટાની ચોરી કરી છે. ટામેટાના ભાવ હાલની ગણતરી મુજબ અઢી લાખ રૂપિયા થાય છે. દંપતીએ જણાવ્યું કે, તેમણે બે એકર જમીનમાં ટામેટાની ખેતી કરી હતી. ટામેટાનો પાક લઈને તેને બજારમાં વેચવાનો પ્લાન હતો. પણ ચોરોએ ટામેટા પર હાથ સાફ કરી દીધો.

આ પણ વાંચો - International Kissing Day: નાના ભુલકાઓને વારંવાર કિસ કરવાની ટેવ પર રાખો કંટ્રોલ, બાળક થઈ શકે છે બિમાર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 06, 2023 12:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.