શું ફરી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ? મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે મોંઘવારીને લઈને IMF એ ભારતને આપી મોટી ચેતવણી | Moneycontrol Gujarati
Get App

શું ફરી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ? મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે મોંઘવારીને લઈને IMF એ ભારતને આપી મોટી ચેતવણી

Petrol diesel price hike: શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે IMF એ મોંઘવારી વધવાની મોટી ચેતવણી આપી છે. જાણો સામાન્ય માણસના બજેટ પર શું થશે અસર.

અપડેટેડ 06:02:32 PM Oct 16, 2026 પર
Story continues below Advertisement
Petrol diesel price hike: પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર મંડરાતો ખતરો

Petrol diesel price hike: જો તમે વાહન ચલાવો છો અને ઘરનું બજેટ જાતે સંભાળો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડી શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારત માટે એક મોટી ચેતવણી જારી કરી છે. IMF ના જણાવ્યા અનુસાર, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો ભારતમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ શકે છે.

ભારતે રસ્તો શોધ્યો, પણ જોખમ હજુ યથાવત્

IMF ના 'એશિયા-પેસિફિક રિજનલ ઈકોનોમિક રિપોર્ટ' માં જણાવાયું છે કે, મિડલ ઈસ્ટના સંકટ સમયે ભારતે ખૂબ જ સ્માર્ટનેસથી કામ લીધું હતું. ભારતે અન્ય દેશોમાંથી કાચું તેલ (ક્રૂડ ઓઇલ) ખરીદીને દેશમાં તેલની અછત પડવા દીધી ન હતી. જૂન મહિના સુધીમાં તો દેશમાં ઓઇલનો પુરવઠો એકદમ નોર્મલ થઈ ગયો હતો.

પરંતુ, IMF ની ચેતવણી એ છે કે માત્ર નવા સ્ત્રોતોમાંથી તેલ ખરીદવું એ કાયમી ઉકેલ નથી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચશે, તો ભારતીય અર્થતંત્ર પર દબાણ આવવું નક્કી છે.

ડીઝલ મોંઘું થતાં શાકભાજી અને રાશનના ભાવ ભડકે બળશે


આ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઇલ કરતાં પણ વધુ ઝડપથી ડીઝલ અને જેટ ફ્યુઅલ (વિમાનનું બળતણ) ના ભાવ વધી રહ્યા છે. આની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડશે. જો ડીઝલ મોંઘું થશે તો ટ્રક અને માલવાહક વાહનોનું ભાડું (ટ્રાન્સપોર્ટેશન ખર્ચ) વધી જશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં બજારમાં આવતા શાકભાજી, અનાજ અને રોજબરોજના કરિયાણાના ભાવમાં વધારો થશે. આ સાંકળની સીધી અસર મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના માસિક બજેટને વેરવિખેર કરી શકે છે.

સબસિડી અંગે IMF ની સરકારને ખાસ સલાહ

ઈંધણના ભાવ વધવાથી માત્ર જનતા જ નહીં, પરંતુ સરકારની તિજોરી પર પણ મોટો બોજ પડે છે. આ બાબતે IMF એ ભારત સરકારને એક મહત્વની સલાહ આપી છે. સંસ્થાનું કહેવું છે કે સરકારે દરેક નાગરિકને પેટ્રોલ-ડીઝલ સસ્તું આપવા કે સબસિડી આપવાની જરૂર નથી. તેના બદલે સરકારે માત્ર જરૂરિયાતમંદ અને નબળા વર્ગને જ સબસિડીનો લાભ આપવો જોઈએ. આનાથી દેશના અર્થતંત્રનું બેલેન્સ જળવાઈ રહેશે.

રાહતના સમાચાર: 2026 માં ભારતનો ગ્રોથ 7% રહેશે

આટલા બધા વૈશ્વિક પડકારો વચ્ચે એક સારા સમાચાર પણ છે. ભારતીય અર્થતંત્રના પાયા ખૂબ જ મજબૂત છે. દેશમાં લોકલ ડિમાન્ડ સારી છે અને સર્વિસ સેક્ટર શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને IMF એ અંદાજ લગાવ્યો છે કે વર્ષ 2026 માં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) 7 ટકાની આસપાસ રહેશે. જોકે, આ ગ્રોથ રેટને જાળવી રાખવા માટે ભારતે પોતાની એનર્જી સિક્યોરિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજુ પણ મોટા પાયે રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો -IDBI બેંકમાં કોઈની નોકરી નહીં જાય, નવા માલિક પ્રેમ વત્સાએ કર્મચારીઓને આપી મોટી ગેરંટી, જાણો શું છે માસ્ટરપ્લાન

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2026 6:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.