ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે: કેમ સતત ગગડી રહી છે ભારતીય કરન્સી? જાણો એક્સપર્ટ્સનો લેટેસ્ટ આઉટલુક | Moneycontrol Gujarati
Get App

ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે: કેમ સતત ગગડી રહી છે ભારતીય કરન્સી? જાણો એક્સપર્ટ્સનો લેટેસ્ટ આઉટલુક

Dollar vs Rupee: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તેના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ડોલરની મજબૂત માંગ અને વિદેશી રોકાણોમાં ઘટાડાએ રૂપિયા પર દબાણ વધાર્યું છે. જાણો આ અંગે માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે.

અપડેટેડ 03:10:38 PM Jul 17, 2026 પર
Story continues below Advertisement
Dollar vs Rupee: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તેના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે.

Dollar vs Rupee: અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં સતત ધોવાણ ચાલુ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો, વિદેશી ભંડોળનો ઘટતો પ્રવાહ અને ડોલરની વધતી જતી માંગને કારણે રૂપિયો તેના ઐતિહાસિક નીચલા સ્તરની એકદમ નજીક આવી ગયો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, 20 મેના રોજ રૂપિયો ડોલર સામે 96.83ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો. જ્યારે, શુક્રવારે તે 96.30ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

રૂપિયામાં આવેલા આ તાજેતરના ઘટાડાએ 5 જૂન પછી માર્કેટમાં આવેલી રિકવરીને સંપૂર્ણપણે ધોઈ નાખી છે. આના કારણે આ મહિને એશિયાની સૌથી નબળી કામગીરી કરનારી કરન્સીમાં રૂપિયાનો સમાવેશ થઈ ગયો છે. રૂપિયો તેના ઐતિહાસિક તળિયાથી હવે માત્ર 0.55 ટકા જ દૂર છે.

રૂપિયો કેમ ઘટી રહ્યો છે?

એક્સપર્ટ્સ માને છે કે આ કડાકા પાછળ માત્ર એક જ નહીં, પરંતુ ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે:

વિદેશી રોકાણકારોની એક્ઝિટ: આરિત્યા બ્રોકિંગના રિસર્ચ હેડ ગૌરવ અરોરાના જણાવ્યા મુજબ, આ વર્ષે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ ભારતીય બજારમાંથી 36 અબજ ડોલરથી વધુ રકમ પાછી ખેંચી છે. રોકાણકારો હવે અમેરિકા, તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા AI અને સેમિકન્ડક્ટર માર્કેટ તરફ વળી રહ્યા છે.


વધતી વેપાર ખાધ: જૂન મહિનામાં ભારતની ટ્રેડ ડેફિસિટ 30.43 અબજ ડોલર નોંધાઈ છે. આ મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને સોનાની આયાત વધવાને કારણે થયું છે.

ઇનફ્લોની કમી: RBI ના પ્રયાસો છતાં, FCNR(B) સ્કીમ હેઠળ અપેક્ષા કરતા ઘણું ઓછું, એટલે કે માત્ર 5 થી 6 અબજ ડોલરનું જ વિદેશી રોકાણ આવ્યું છે.

અર્થવ્યવસ્થાની નબળાઈઓ છતી થઈ

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના ડિરેક્ટર સૌમ્યજીત નિયોગીના મતે, ક્રૂડ ઓઇલના વધતા ભાવે રૂપિયાના ઘટાડામાં માત્ર એક ટ્રિગર નું કામ કર્યું છે, તે મૂળ કારણ નથી. વાસ્તવમાં મજબૂત ડોલર, નિકાસમાં આવતી મુશ્કેલીઓ અને ચીનની ડમ્પિંગ નીતિની આની પર મોટી અસર પડી છે. છેલ્લા એક દાયકાથી સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ ભારતને મળી રહ્યો હતો, પણ હવે ભાવ વધતા અર્થવ્યવસ્થાની અંદરની નબળાઈઓ બહાર આવી ગઈ છે.

બંધન AMCના સિનિયર ઇકોનોમિસ્ટ શ્રીજીત બાલાસુબ્રમણ્યન આને કરંટ એકાઉન્ટ ડેફિસિટની નજરે જુએ છે. આપણે નિકાસ કરતા આયાત પર વધુ ખર્ચ કરીએ છીએ. ઐતિહાસિક રીતે જોઈએ તો છેલ્લા 10 થી 15 વર્ષોમાં રૂપિયાની કિંમતમાં દર વર્ષે 3 થી 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

માર્કેટમાં ડોલરની ભારે ખેંચ

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સના ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભંસાલી કહે છે કે ડોલરની ઇનફ્લો ખૂબ ઓછી છે. રશિયન ક્રૂડ ખરીદનારા દેશો પર અમેરિકાના ટેરિફનો ડર, સરકારી દેવાની ચુકવણી અને વિદેશમાં કંપનીઓના અધિગ્રહણને કારણે ડોલરની માંગ વધી છે. એક્સપોર્ટર્સ અત્યારે ડોલર પોતાની પાસે રોકી રહ્યા છે, જ્યારે ઇમ્પોર્ટર્સ તાત્કાલિક પેમેન્ટ માટે ડોલરની ખરીદી કરી રહ્યા છે, જેથી રૂપિયા પર ભારે દબાણ છે.

આગળ શું થશે? જાણો આઉટલુક

ટૂંકા ગાળામાં રૂપિયા પર દબાણ રહેશે તે નક્કી છે, પરંતુ નિષ્ણાતોને આશા છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં FCNR(B) હેઠળ વધુ ફંડ આવશે, જેનાથી રૂપિયાને થોડો સપોર્ટ મળશે. જો જિયોપોલિટિકલ ટેન્શન ઓછો થાય, તો રૂપિયો ફરી મજબૂત થઈને 95 ની નીચે આવી શકે છે.

ટેકનિકલ ચાર્ટની વાત કરીએ તો ધ વેલ્થ કંપનીના માર્કેટ સ્ટ્રેટેજી હેડ અક્ષય ચિંચાલકર કહે છે કે, રૂપિયામાં 96.96 થી 94.14 સુધીનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ મુખ્ય ટ્રેન્ડ હજુ પણ ડોલરની જ તરફેણમાં છે.

તેમના મતે, જો રૂપિયો 94.96ની ઉપર મજબૂત નહીં થાય તો ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. રૂપિયો ફરી 97 ના લેવલને સ્પર્શી શકે છે અને જો ત્યાં સપોર્ટ નહીં મળે તો તે 98 અને છેલ્લે 98.70 ના રેકોર્ડ નીચલા સ્તર સુધી ગગડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો- ખાનગી બેંકોના રિઝલ્ટ પહેલા બેંક નિફ્ટીમાં શાનદાર તેજી: 58,000ને પાર, જાણો હવે આગળ કેવી રહેશે શેરબજારની ચાલ?

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 17, 2026 3:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.