Indian Rupee Fall: ડોલર સામે રૂપિયો લથડ્યો, 94.95 ના સ્તરે ખૂલ્યો, જાણો કેમ વધી રહ્યું છે દબાણ અને આગળ શું થશે? | Moneycontrol Gujarati
Get App

Indian Rupee Fall: ડોલર સામે રૂપિયો લથડ્યો, 94.95 ના સ્તરે ખૂલ્યો, જાણો કેમ વધી રહ્યું છે દબાણ અને આગળ શું થશે?

ભારતીય રૂપિયો આજે સોમવારે યુએસ ડોલર સામે 94.95 ના સ્તરે નબળો ખૂલ્યો છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારો દ્વારા સતત થઈ રહેલા આઉટફ્લોને કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.

અપડેટેડ 10:38:35 AM May 04, 2026 પર
Story continues below Advertisement
બજારના નિષ્ણાતો માને છે કે જો ભૂ-રાજકીય તણાવ ઓછો નહીં થાય અને વિદેશી રોકાણકારો નાણાં પાછા ખેંચવાનું ચાલુ રાખશે, તો રૂપિયા માટે ટૂંકા ગાળામાં સ્થિતિ પડકારજનક બની શકે છે.

Indian Rupee Fall: ભારતીય ચલણ રૂપિયામાં નબળાઈનો દોર યથાવત રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે, એટલે કે સોમવારે  યુએસ ડોલર સામે રૂપિયો 94.95 ના સ્તરે ખૂલ્યો હતો. અગાઉ ગુરુવારે (30 એપ્રિલ) રૂપિયો 94.91 પર બંધ થયો હતો, જેની સરખામણીએ આજે તેમાં 4 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

તાજેતરના સત્રોમાં રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું છે. છેલ્લા આઠ ટ્રેડિંગ દિવસોમાં જ રૂપિયામાં લગભગ 2% નો ઘટાડો થયો છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે રૂપિયો 95.33 ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે  પહોંચી ગયો હતો.

કેમ ઘટી રહ્યો છે રૂપિયો?

રૂપિયાની આ નબળાઈ પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર માનવામાં આવે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતા ઉતાર-ચઢાવની સીધી અસર રૂપિયા પર પડી રહી છે. ઓઈલ રિફાઈનર્સ તરફથી ડોલરની સતત માગ રહેતી હોવાથી રૂપિયો નબળો પડી રહ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ જુલાઈ ફ્યુચર્સ 108 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટને લગતા નિવેદન બાદ ભાવમાં થોડી નરમાશ દેખાઈ હતી, પરંતુ સ્થિતિ હજુ પણ અનિશ્ચિત છે.


વિદેશી રોકાણકારોનો આઉટફ્લો: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર એપ્રિલ મહિનામાં જ વિદેશી રોકાણકારોએ આશરે 6.5 બિલિયન ડોલર પાછા ખેંચ્યા છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં કુલ 20.6 બિલિયન ડોલરનો આઉટફ્લો થયો છે, જે ગયા વર્ષના સ્તર કરતા પણ ઘણો વધારે છે.

આગળ શું છે સ્થિતિ?

બજારના નિષ્ણાતો માને છે કે જો ભૂ-રાજકીય તણાવ ઓછો નહીં થાય અને વિદેશી રોકાણકારો નાણાં પાછા ખેંચવાનું ચાલુ રાખશે, તો રૂપિયા માટે ટૂંકા ગાળામાં સ્થિતિ પડકારજનક બની શકે છે. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ફોરવર્ડ બુક પોઝિશનને કારણે માર્કેટમાં સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે અસંતુલન વધી ગયું છે.

નિષ્ણાતનું શું કહેવું છે?

CR ફોરેક્સ એડવાઈઝર્સના MD અમિત પાબારીના જણાવ્યા મુજબ, રૂપિયો અત્યારે ટેકનિકલ અને સાયકોલોજીકલ બંને રીતે મહત્વના સ્તર પર છે. તેમના મતે 95.20 થી 95.30 ની રેન્જ એક મજબૂત અવરોધ તરીકે કામ કરી શકે છે. જો બજારમાં સુધારો જોવા મળે, તો રૂપિયો ફરીથી 94.20 થી 93.80 ના સ્તર સુધી મજબૂત થઈ શકે છે.

વૈશ્વિક પરિબળો અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે રૂપિયા પર દબાણ જળવાઈ રહેવાની શક્યતા છે. રોકાણકારો અને આયાતકારોએ આગામી દિવસોમાં ડોલરની હિલચાલ અને RBI ના પગલાં પર ખાસ નજર રાખવી પડશે.

આ પણ વાંચો-વોડાફોન આઈડિયાના રોકાણકારો માટે મોટા સમાચાર, સરકાર તરફથી મળી હજારો કરોડની રાહત, શેરમાં 10% નો તોતિંગ ઉછાળો

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 04, 2026 10:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.