Silver Outlook: પોતાના રેકોર્ડ હાઈથી 67% તૂટી ચૂકી છે ચાંદી, શું અત્યારે ખરીદી કરવાની સાચી તક છે કે હજુ પણ ભાવ ઘટશે? | Moneycontrol Gujarati
Get App

Silver Outlook: પોતાના રેકોર્ડ હાઈથી 67% તૂટી ચૂકી છે ચાંદી, શું અત્યારે ખરીદી કરવાની સાચી તક છે કે હજુ પણ ભાવ ઘટશે?

ચાંદી પોતાના ઓલ-ટાઈમ હાઈ લેવલથી 67% જેટલી તૂટી ચૂકી છે. શું ચાંદીમાં હવે રિકવરી આવશે કે હજુ ભાવ નીચે જશે? જાણો બ્રોકરેજ ફર્મ PL Capitalના રિપોર્ટમાં આપવામાં આવેલા મહત્વના લેવલ્સ અને રોકાણની સલાહ.

અપડેટેડ 03:19:55 PM Nov 26, 2026 પર
Story continues below Advertisement
વર્ષ 1980ના ભારે કડાકા બાદ આધુનિક ઈતિહાસમાં ચાંદીમાં આવેલો આ બીજો સૌથી મોટો ઘટાડો છે.

Silver Outlook : ચાંદી પોતાના ઓલ-ટાઈમ રેકોર્ડ હાઈ લેવલથી લગભગ 67% જેટલી તૂટી ચૂકી છે. આટલા મોટા કડાકા બાદ હવે રોકાણકારોમાં એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ચાંદી પોતાના સૌથી નીચલા સ્તરે આવી ચૂકી છે અને હવે અહીંથી તેની ચમક પાછી ફરશે, કે પછી હજુ પણ તેમાં ઘટાડાનો ખતરો બાકી છે? બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના જણાવ્યા અનુસાર, અમેરિકામાં વ્યાજ દરો વધવાની શક્યતા, વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર ઘટાડો અને સિલ્વર ઈટીએફમાંથી સતત થઈ રહેલી પૈસાની નિકાસીને કારણે ચાંદીની ચમક ઝાંખી પડી છે.

1980 પછીના ઈતિહાસનો બીજો સૌથી મોટો કડાકો

આંકડાઓ પર નજર કરીએ તો 29 જાન્યુઆરી, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં એક ઔંસ ચાંદીનો ભાવ લગભગ $121.60 ના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ સતત ઘટાડાના કારણે આ અઠવાડિયે કોમેક્સ પર ચાંદી ગગડીને $39.50 પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. આ રીતે માત્ર 10 મહિનામાં થયેલા વધારાનો લગભગ બે-તૃતીયાંશ (2/3) હિસ્સો ધોવાઈ ગયો છે. વર્ષ 1980ના ભારે કડાકા બાદ આધુનિક ઈતિહાસમાં ચાંદીમાં આવેલો આ બીજો સૌથી મોટો ઘટાડો છે.


Silver Outlook: ટેકનિકલ ચાર્ટ શું સંકેત આપી રહ્યો છે?

પીએલ કેપિટલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ડેઈલી ચાર્ટ પર ચાંદીએ મે મહિનામાં લગભગ $89.50 નો હાઈ બનાવ્યો હતો. ત્યારબાદ કિંમત સતત નીચે આવી અને ચાર્ટ પર 'ABCD' નામની પેટર્ન બની. તેમાં A થી B સુધી ચાંદીમાં ઘટાડો આવ્યો, પછી B થી C સુધી થોડી રિકવરી આવી અને C થી D સુધી ફરીથી ઘટાડો આવ્યો. તેમાં ખાસ વાત એ છે કે C થી D નો ઘટાડો એ B થી C ની રિકવરી કરતા લગભગ 2.01 ગણો થઈ ગયો છે, જે સંકેત આપે છે કે ઘટાડાનો દોર હવે લગભગ પૂરો થવા આવ્યો છે. આનાથી $37 થી $39.50 નો એક મજબૂત સપોર્ટ ઝોન બની ગયો છે, જ્યાં ભાવ થોડો સમય સ્થિર થઈ શકે છે.

રિપોર્ટ મુજબ, મોમેન્ટમ ઈન્ડિકેટર્સથી 'બુલિશ ડાયવર્ divergence' નો સંકેત મળી રહ્યો છે, એટલે કે ઘટાડાની તાકાત હવે નબળી પડી રહી છે. ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સએ 'હાયર લો'બનાવ્યો છે જ્યારે ભાવે 'લોઅર લો' બનાવ્યો છે, જે જુલાઈ મહિનાના લેવલની નજીક છે.

જોકે, બ્રોકરેજ ફર્મે ચેતવણી આપી છે કે આ ટેકનિકલ સંકેતો માત્ર શરૂઆતની સ્થિરતા તરફ ઈશારો કરે છે, કોઈ પાક્કા ટ્રેન્ડ રિવર્સલ તરફ નહીં. ચાંદી હવે ઉપર જ જશે તે નક્કી કરતા પહેલાં એ જોવું પડશે કે શું ચાંદી આ ઝોનમાં ટકી રહે છે અને સતત બે અઠવાડિયા સુધી વધારા સાથે બંધ થાય છે કે નહીં.

રોકાણકારોએ અત્યારે શું કરવું જોઈએ? જાણો મહત્વના લેવલ્સ

પીએલ કેપિટલના કોમોડિટી હેડ આશીષ રાજોદિયાના જણાવ્યા મુજબ, રોકાણકારોએ એકસાથે મોટી રકમ રોકવાને બદલે સિલ્વર ઈટીએફમાં થોડા-થોડા કરીને પૈસા રોકવા જોઈએ. તેમના મતે જ્યાં સુધી ચાંદી $35 ના મહત્વના સપોર્ટ લેવલથી ઉપર ટકી રહે છે, ત્યાં સુધી તેનું આઉટલુક પોઝિટિવ છે.

જો ચાંદીમાં અહીંથી રિકવરી શરૂ થાય છે, તો ઉપર જવામાં તેને 3 મહત્વના લેવલ પર અડચણો આવી શકે છે. સચાંદી જો $43 સુધી પહોંચે તો તેને શરૂઆતની રિકવરીનો સંકેત માની શકાય છે. અહીં શોર્ટ-ટર્મ મૂવિંગ એવરેજ છે, એટલે કે આ સ્તરે થોડી વેચવાલી (પ્રોફિટ બુકિંગ) જોવા મળી શકે છે. જો ચાંદી આ સ્તર પર પહોંચે છે, તો તેનો અર્થ એ થશે કે ચાંદીમાં મજબૂત અને સારી રિકવરી આવી ગઈ છે.

8-9 ડિસેમ્બરની US Fed બેઠક પર રહેશે નજર

પીએલ કેપિટલના જણાવ્યા અનુસાર, હાલમાં ગોલ્ડ-સિલ્વર રેશિયો 85ની આસપાસ છે, જે જાન્યુઆરીના લેવલથી લગભગ 10 પોઈન્ટ ઉપર છે. ઉપરાંત આગામી 8-9 ડિસેમ્બરના રોજ અમેરિકન ફેડરલ રિઝર્વની મહત્વની બેઠક યોજાવાની છે. તેથી આગામી ટ્રેડિંગ દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે ચાંદીની આ શરૂઆતની સ્થિરતા એક મજબૂત તેજીમાં બદલાય છે કે નહીં.

આ પણ વાંચો-Second Marriage Rules: છૂટાછેડા બાદ કરી રહ્યા છો બીજા લગ્નની તૈયારી? પ્રોપર્ટીથી લઈને એલિમની સુધી, ખાસ ધ્યાનમાં રાખજો આ 6 કાયદાકીય અને આર્થિક બાબતો

ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 26, 2026 3:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.