LPG Price Today: 1 જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ રેટ અને નવી અપડેટ
1 જુલાઈથી ઘરેલું અને કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. ઓઈલ કંપનીઓ નવી કિંમતો જાહેર કરી શકે છે. જાણો આજના લેટેસ્ટ ગેસ સિલિન્ડર રેટ.
આવતીકાલે 1 જુલાઈ છે અને નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પૂરી આશા છે કે સરકારી ઓઈલ કંપનીઓ (જેવી કે IOCL, HPCL અને BPCL) ગેસ સિલિન્ડરના નવા રેટ લિસ્ટ જાહેર કરી શકે છે.
LPG Price Today : રાંધણ ગેસના ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંગળવાર, 30 જૂનના રોજ દેશમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં જૂના ભાવ જ લાગુ છે, પરંતુ આગામી દિવસોમાં તેમાં મોટા ફેરફારની અટકળો ચાલી રહી છે.
અગાઉ ક્યારે વધ્યા હતા ભાવ?
જો અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 જૂન, 2026 ના રોજ કરવામાં આવ્યો હતો. તે સમયે સરકારી તેલ કંપનીઓ દ્વારા સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. બીજી તરફ, કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે પણ જૂન મહિનામાં ભાવમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
1 જુલાઈથી કિંમતોમાં જોવા મળી શકે છે બદલાવ
આવતીકાલે 1 જુલાઈ છે અને નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પૂરી આશા છે કે સરકારી ઓઈલ કંપનીઓ (જેવી કે IOCL, HPCL અને BPCL) ગેસ સિલિન્ડરના નવા રેટ લિસ્ટ જાહેર કરી શકે છે.
સામાન્ય રીતે તેલ કંપનીઓ છેલ્લા એક મહિનાના વૈશ્વિક માર્કેટ ટ્રેન્ડનો અભ્યાસ કર્યા પછી જ નવા ભાવ નક્કી કરતી હોય છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં ગેસ સિલિન્ડરની કિંમતો સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને LPG ની સરેરાશ કિંમતો પર આધારિત હોય છે.
કેવી રીતે નક્કી થાય છે LPG ના નવા ભાવ?
આંતરરાષ્ટ્રીય સ્તરે LPG ના ભાવ મુખ્યત્વે સાઉદી અરામકોના કોન્ટ્રાક્ટ પ્રાઈસ દ્વારા નક્કી કરવામાં આવે છે. દર મહિનાના અંતિમ દિવસોમાં સાઉદી અરામકો આ નવી કિંમતોની જાહેરાત કરે છે. આ જ વૈશ્વિક માપદંડોને આધારે ભારતીય ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે સવારે 6 વાગ્યાની આસપાસ દેશમાં નવા રેટ લાગુ કરે છે.
તમારા શહેરના લેટેસ્ટ રેટ કેવી રીતે ચેક કરવા?
જો તમે ઘરે બેઠા તમારા શહેરના તાજા LPG સિલિન્ડરના ભાવ જાણવા માંગતા હોવ, તો તે ખૂબ જ સરળ છે. તમે નીચે મુજબ ઓનલાઈન ચેક કરી શકો છો,,સૌથી પહેલા તમારી ગેસ એજન્સી મુજબ Indane, HP Gas અથવા Bharat Gas ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. તમે આ કંપનીઓની સત્તાવાર મોબાઈલ એપનો પણ ઉપયોગ કરી શકો છો.ત્યાં આપેલા વિકલ્પમાં તમારા શહેરનું નામ અથવા તમારા વિસ્તારનો પિન કોડ (PIN Code) નાખો. આમ કરવાથી તમને તરત જ આજની લેટેસ્ટ ગેસ સિલિન્ડરની કિંમત સ્ક્રીન પર જોવા મળી જશે.