કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ - What is at stake today is whether the attachment Commodity Live | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ડૉલરમાં રિકવરીના કારણે સોનાની ચમક ઘટતી જોવા મળી, સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાના દબાણ સાથે 59,095ના સ્તરની આસપાસ કારોબાર નોંધાયો

અપડેટેડ 11:41:28 AM Apr 03, 2023 પર
Story continues below Advertisement
OPEC એ કહ્યુ કે કિંમતોને સ્થિર કરવા માટે તે જરૂરી હતું. પાછલા ક્વાર્ટરમાં કિંમતોમાં મોટાપાયે સુધારો થયો છે. ભારત અને ચીનને બાદ કરતાં વૈશ્વિક માંગ ઘટી રહી છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં શરૂઆતી તેજી બાદ કિંમતો ફરી ઘટતી દેખાઈ, અને બ્રેન્ટમાં 84 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, તો nymex ક્રૂડમાં સારી તેજી સાથે 80 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ સારી મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે...ઉલ્લેખનિય છે કે, OPEC+એ 1.16 mbpd ના આશ્ચર્યજનક ઉત્પાદન કાપની જાહેરાત કરી છે, અને બીજી બાજુ ચાઈના તરફથી માગ વધી રહી છે, જેનો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી ગઈ છે. એશિયામાં કિંમતો આશરે 6% વધતી દેખાઈ. OPEC+એ 1.16 mbpd ના આશ્ચર્યજનક ઉત્પાદન કાપની જાહેરાત કરી. OPEC+ દ્વારા કુલ વોલ્યુમ કાપ 3.66 mbpd પર, 3.7% વૈશ્વિક માંગ છે. માર્ચમાં OPECનું આઉટપુટ 28.9 mbpd રહ્યું. 400,000 bpd ની નિકાસ તુર્કીથી અટકી. ચાઈના તરફથી માગમાં વધારો જોવા મળ્યો. USમાં મોંઘવારી ઓછી થવાથી કિંમતોને સપોર્ટ મળ્યો છે. બ્રેન્ટની કિંમત 85 ડૉલરના સ્તરની પાસે પહોંચી ગઈ છે. WTI ક્રૂડમાં 80 ડૉલરની નજીક કારોબાર નોંધાયો. 3 દિવસમાં બ્રેન્ટનો ભાવ આશરે 7.50% જેટલો વધ્યો.


OPEC એ કેમ કર્યો કાપનો નિર્ણય?

OPEC એ કહ્યુ કે કિંમતોને સ્થિર કરવા માટે તે જરૂરી હતું. પાછલા ક્વાર્ટરમાં કિંમતોમાં મોટાપાયે સુધારો થયો છે. ભારત અને ચીનને બાદ કરતાં વૈશ્વિક માંગ ઘટી રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 4 ટકાથી વધુના દબાણ સાથે કિંમતો 174ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.

ડૉલરમાં રિકવરીના કારણે સોનાની ચમક ઘટતી જોવા મળી, સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાના દબાણ સાથે 59,095ના સ્તરની આસપાસ કારોબાર નોંધાયો, તો COMEX પર કિંમતો 2000ના સ્તરની નીચે યથાવત્ રહેતી દેખાઈ રહી છે.

ચાંદીમાં પણ દબાણ રહેતા વૈશ્વિક બજારમાં આશરે 1 ટકાથી વધુના ઘટાડા સાથે 24 ડૉલરની નીચે કિંમતો રહેતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં ₹71,542ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે.

બેઝ મેટલ્સની વાત કરીએ તો, ચાઈનાના નબળા અર્થિક ડેટાના કારણે બેઝ મેટલ્સમાં દબાણ આવતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં તમામ બેઝ મેટલ્સમાં પા ટકા આસપાસનું દબાણ આવતું જોવા મળી રહ્યું છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ક્રૂડ ઓઈલમાં તેજીનો સપોર્ટ મળતા ગુવાર પેકમાં ફરી એક્શન જોવા મળ્યું, જ્યાં ગુવાર સીડ અને ગમમાં આશરે પા ટકાથી વધુની તેજી દેખાઈ રહી છે. જ્યારે મસાલા પેકમાં જીરામાં દબાણ છે, પણ હળદર અને ધાણામાં ખરીદદારી યથાવત્ રહેતી દેખાઈ, જ્યારે MCX પર કૉટનમાં તેજી છે, પણ કપાસિયા ખોળમાં દબાણ સાથેનો કારોબાર આગળ વધતો દેખાઈ રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 03, 2023 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.