Ashwini Container Movers IPO Listing: શેરબજારમાં આજે વધુ એક નવા IPOનું લિસ્ટિંગ થયું, પરંતુ રોકાણકારો માટે આ અનુભવ મિશ્ર રહ્યો. માલવાહક ક્ષેત્રે કાર્યરત 'અશ્વિની કન્ટેનર મુવર્સ' (Ashwini Container Movers) ના શેરનું આજે NSE SME પ્લેટફોર્મ પર પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ થયું હતું. IPOમાં શેર 142ના ભાવે ફાળવવામાં આવ્યા હતા, જેની સામે શેર 147.00 પર લિસ્ટ થયો. આ લિસ્ટિંગ સાથે રોકાણકારોને શેર દીઠ 3.52%નો નફો મળ્યો હતો. જોકે, રોકાણકારોની આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં અને થોડી જ વારમાં શેરમાં વેચવાલીનું દબાણ આવતા તે 139.65ની લોઅર સર્કિટ પર ગગડી ગયો. આમ, જે રોકાણકારો લિસ્ટિંગના નફામાં હતા, તે હવે 1.65%ની ખોટમાં આવી ગયા છે.



