BEL Q3 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 21% વધ્યો, આવક 24% વધી | Moneycontrol Gujarati
Get App

BEL Q3 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 21% વધ્યો, આવક 24% વધી

ત્રીજા ક્વાર્ટરમાં બીઈએલનો નફો વર્ષના આધાર પર 21 ટકા વધીને 1590 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 24 ટકા વધીને 7,122 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 04:14:17 PM Jan 28, 2026 પર
Story continues below Advertisement
BEL Q3 Result: બીઈએલ (BEL) એ 28 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

BEL Q3 Result: બીઈએલ (BEL) એ 28 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 21 ટકા વધીને 1590 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1316 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1474 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 24 ટકા વધીને 7,122 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 5756 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 6710 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 28 ટકા વધારાની સાથે 2117 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1653 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 1884 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 28.7 ટકા થી વધીને 29.7 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 28.1 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2026 4:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.