CG Power Q2 Result: વર્ષના આધાર પર નફો 44% વધ્યો, આવકમાં પણ વધારો | Moneycontrol Gujarati
Get App

CG Power Q2 Result: વર્ષના આધાર પર નફો 44% વધ્યો, આવકમાં પણ વધારો

CG Power Q2 Result: 31 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

અપડેટેડ 03:25:40 PM Oct 23, 2026 પર
Story continues below Advertisement
CG Power Q2 Result: સીજી પાવર (CG Power) એ 23 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

CG Power Q2 Result: સીજી પાવર (CG Power) એ 23 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 43.6 ટકા વધીને 412 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 287 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 359 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 30.1 ટકા વધીને 3,802 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 2,923 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 3,559.4 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 43.1 ટકા વધારાની સાથે 539.6 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 377 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 444.4 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 12.9 ટકા થી વધીને 14.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 12.5 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

સીજી પાવરનો સ્ટૉક આજે બપોરે 3:17 વાગ્યાની આસપાસ 0.99 ટકા એટલે કે 8.10 રૂપિયા ઘટીને 809 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2026 3:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.