Dabur Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 5% વધ્યો, આવક 7.3% વધી | Moneycontrol Gujarati
Get App

Dabur Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 5% વધ્યો, આવક 7.3% વધી

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 4.9 ટકા વધીને 515 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 490.8 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 04:09:22 PM Nov 02, 2023 પર
Story continues below Advertisement
30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ડાબરનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Dabur Q2 Result: ડાબર (Dabur) એ 02 નવેમ્બરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ડાબરનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 4.9 ટકા વધીને 515 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 490.8 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 505 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં વધારો

    કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 7.3 ટકા વધીને 3,204 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 2,986.5 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 3,210 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 10% વધારાની સાથે 661 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 600.7 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 645 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 20.1 ટકા થી વધીને 20.6 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 20.1 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    Karnataka Bank Q2 Results: વર્ષના આધાર પર કંપનીનો નફો 19.7% ઘટ્યો, વ્યાજ આવક 2.4% વધી

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 02, 2023 4:08 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.