Googles new rule: અઠવાડિયામાં 3 દિવસ ઓફિસ આવો, નહીં તો નોકરી છોડો!
ગૂગલના પ્રવક્તા કર્ટની મેન્સિનીએ જણાવ્યું કે, આ નિર્ણય સંપૂર્ણ કંપની માટે નથી, પરંતુ ચોક્કસ ટીમો માટે લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "અમારી નવીનતા અને જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સામૂહિક કામગીરી મહત્વપૂર્ણ છે. આને ટેકો આપવા, અમે ઓફિસની નજીક રહેતા રિમોટ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાં આવવા જણાવ્યું છે.’
AIના યુગમાં ટેક કંપનીઓની વધતી સ્પર્ધા અને નવી ટેલેન્ટની જરૂરિયાતે આવા નિર્ણયોને વેગ આપ્યો હોવાનું મનાય છે.
ટેક જાયન્ટ ગૂગલે તેના કેટલાક કર્મચારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે, નહીં તો નોકરી છોડવાની ચેતવણી આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટેક કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં મોટા પાયે રોકાણ કરી રહી છે અને ખર્ચમાં ઘટાડો કરવાની રણનીતિ અપનાવી રહી છે.
વર્ક ફ્રોમ હોમ પોલિસીમાં ફેરફાર
એક તાજેતરના અહેવાલ મુજબ, ગૂગલે તેના કેટલાક વિભાગોમાં વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને હાઇબ્રિડ વર્ક મોડલ અપનાવવા જણાવ્યું છે. આ અંતર્ગત, કર્મચારીઓએ ઓફિસની નજીકના વિસ્તારમાં રહેતા હોય તો અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાં આવવું ફરજિયાત છે. જે કર્મચારીઓએ અગાઉ વર્ક ફ્રોમ હોમની મંજૂરી મેળવી હતી, તેમને પણ આ નવા નિયમનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓની નોકરી જોખમમાં મૂકાઈ શકે છે.
શા માટે આ નિર્ણય?
ગૂગલના આ પગલાં પાછળનું મુખ્ય કારણ કંપનીની AI ક્ષેત્રે વધતી જતી મહત્વાકાંક્ષા અને ખર્ચમાં ઘટાડો કરવાની યોજના છે. 2023માં મોટા પાયે છટણી બાદ, ગૂગલે ચોક્કસ ટીમોમાં ટાર્ગેટેડ કર્મચારીઓની છટણીનો વિકલ્પ અપનાવ્યો છે. આ નિર્ણય ગૂગલના AI-સંબંધિત લક્ષ્યોની ગંભીરતા દર્શાવે છે, જેમાં મોટા ફંડ અને ટેલેન્ટની જરૂર પડે છે.
ગૂગલનું ક્લેરિફિકેશન
ગૂગલના પ્રવક્તા કર્ટની મેન્સિનીએ જણાવ્યું કે, આ નિર્ણય સંપૂર્ણ કંપની માટે નથી, પરંતુ ચોક્કસ ટીમો માટે લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "અમારી નવીનતા અને જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સામૂહિક કામગીરી મહત્વપૂર્ણ છે. આને ટેકો આપવા, અમે ઓફિસની નજીક રહેતા રિમોટ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાં આવવા જણાવ્યું છે.’
ઓફિસ ટ્રાન્સફરનો ઓપ્શન
ગૂગલની ટેક્નોલોજી સર્વિસ ટીમના કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિસમાં જણાવાયું છે કે, તેઓએ હાઇબ્રિડ મોડલ હેઠળ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત, વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને ઓફિસથી 50 માઇલની ત્રિજ્યામાં ટ્રાન્સફર થવા માટે એક વખતનું પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો કર્મચારીઓ આ શરતોનું પાલન નહીં કરે, તો તેમને સ્વૈચ્છિક એક્ઝિટ પેકેજ લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
ગૂગલની સત્તાવાર પ્રતિક્રિયા નથી
આ બાબતે ગૂગલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, આ નિર્ણયથી ગૂગલની વર્ક કલ્ચર અને ખર્ચ ઘટાડવાની રણનીતિ પર ચર્ચા તેજ થઈ છે. AIના યુગમાં ટેક કંપનીઓની વધતી સ્પર્ધા અને નવી ટેલેન્ટની જરૂરિયાતે આવા નિર્ણયોને વેગ આપ્યો હોવાનું મનાય છે.