HCL Tech Q3 Result: નફો 3.7% ઘટીને ₹4,076 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો | Moneycontrol Gujarati
Get App

HCL Tech Q3 Result: નફો 3.7% ઘટીને ₹4,076 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 6 ટકા વધીને 33,872 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 31,942 કરોડ રૂપિયા પર રહી હતી.

અપડેટેડ 05:48:20 PM Jan 12, 2026 પર
Story continues below Advertisement
31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

HCL Tech Q3 Result: એચસીએલ ટેક (HCL Tech) એ 12 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 3.7 ટકા ઘટીને 4,076 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 4,235 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 4,747 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 6 ટકા વધીને 33,872 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 31,942 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 33,360 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 14.2 ટકા વધારાની સાથે 6,285 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 5,502 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 6,090 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 18.3 ટકા થી વધીને 18.6 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 17.2 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 5:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.