Hyundai Motor Q2 Result: નફો 14.3% વધ્યો, આવક 1.2% વધી | Moneycontrol Gujarati
Get App

Hyundai Motor Q2 Result: નફો 14.3% વધ્યો, આવક 1.2% વધી

બીજા ક્વાર્ટરમાં હ્યુન્ડાઇ મોટર્સનો નફો વર્ષના આધાર પર 14.3 ટકા વધીને 1,572.2 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 1.2 ટકા વધીને 17,461 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 03:32:19 PM Oct 30, 2025 પર
Story continues below Advertisement
Hyundai Motor Q2 Result: હ્યુંડાઈ મોટર્સ (Hyundai Motor) એ 30 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Hyundai Motor Q2 Result: હ્યુંડાઈ મોટર્સ (Hyundai Motor) એ 30 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 14.3 ટકા વધીને 1,572.2 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,376 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,518 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 1.2 ટકા વધીને 17,461 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 17,260 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 17,532 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 10 ટકા વધારાની સાથે 2,205 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 2,429 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 2,380 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 12.80 ટકા થી વધીને 13.91 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 13.60 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

સુપ્રીમ કોર્ટના નિર્ણયની બાદ વોડાફોન આઈડિયામાં ઉભરી શકે છે નવો વિવાદ, સરકાર લેશે કાનૂની સલાહ!

MoneyControl News

MoneyControl News

First Published: Oct 30, 2025 3:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.