Indian Oil Q4 Results : ભારતની સૌથી મોટી ડાઉનસ્ટ્રીમ ઓઇલ રિફાઇનર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC) એ બુધવાર, 30 એપ્રિલના રોજ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા જે અપેક્ષા કરતા સારા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીના ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRMs) પ્રતિ બેરલ $8 હતા. જે CNBC-TV18 ના અંદાજ કરતા ઘણો વધારે છે. CNBC-TV18 ના સર્વેક્ષણમાં, કંપનીનો GMR પ્રતિ બેરલ $4.5 થી $6.5 ની વચ્ચે હોવાનો અંદાજ હતો. તમને જણાવી દઈએ કે રિફાઇનરીમાંથી નીકળતા પેટ્રોલિયમ ઉત્પાદનોના કુલ મૂલ્ય અને કાચા માલની કિંમત વચ્ચેના તફાવતને ગ્રોસ રિફાઇનિંગ માર્જિન કહેવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલે પાછલા ક્વાર્ટરમાં પ્રતિ બેરલ $2.9 નો GMR હાંસલ કર્યો હતો.