Infosys Q3 Result: ક્વાર્ટરના આધાર પર અનુમાનથી સારા રહ્યા ઈન્ફોસિસ પરિણામ, કંપનીનો નફો 4.6% વધ્યો, ડૉલર આવક 4,939 પહોંચી
Infosys Q3 Result: 31 ડિસેમ્બર 2024 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ. વધારો જોવાને મળ્યો છે.
Infosys Q3 Result: ઈન્ફોસિસ (Infosys) એ 16 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.
Infosys Q3 Result: ઈન્ફોસિસ (Infosys) એ 16 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2024 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ. વધારો જોવાને મળ્યો છે.
નફામાં વધારો
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 4.6 ટકા વધીને 6,806 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 6,506 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 6,753 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ડૉલર આવકમાં વધારો
કંપનીની ડૉલર આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 4.7 ટકા વધીને 4,939 કરોડ પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની ડૉલર આવક 4,717 કરોડ પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4,895 ડૉલર કરોડ રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2 ટકા વધીને 41,764 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની આવક 40,986 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 41,281 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો વધારો
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 3 ટકા વધારાની સાથે 8,912 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત કવાર્ટરના આ સમયમાં 8,649 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 8,791 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 21.1 ટકા થી વધીને 21.3 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 21.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.