JSW Energy: ગઈકાલે માર્કેટના ફોકસમાં JSW એનર્જીની સાથે REC, PFC પણ હતા. પણ JSW એનર્જીએ KSK મહાનદી પાવર પ્લાન્ટની બિડ જીતી. KSK મહાનદી પાવર પ્લાન્ટની ક્ષમતા 3.6 GW છે. આ સિવાય JSW એનર્જીની યોજના અને કંપની આગળ પાવર સેક્ટરમાં તક કેવી રીતે જોઈ રહી છે .કંપનીના બિઝનેસ અપડેટ પર વિગતમાં ચર્ચા કરીએ JSW એનર્જીના જોઈન્ટ MD અને CEO શરદ મહેન્દ્ર સાથે.
JSW એનર્જીની મોટી ખરીદી
IBCમાં KSK મહાનદી પાવર પ્લાન્ટની બિડ જીતી. KSK મહાનદી પાવર પ્લાન્ટની ક્ષમતા 3.6 GW છે. KSK મહાનદી પાવર પ્લાન્ટ માટે ₹15,985 કરોડની બિડ લગાવી. ડીલ માટે NCLT, CCIની પણ મંજૂરી મળી છે.
JSW એનર્જીની મોટી ખરીદી
KMPCL પાસે છત્તીસગઢમાં 3.6 GW થર્મલ પાવર પ્લાન્ટ છે. LoI બાજ JSWની થર્મલ જનરેશન ક્ષમતા 7.5 GW થશે. 2030 પહેલા 20 GW ક્ષમતા હાસલ કરવાનો લક્ષ્ય છે.
KSK ખરીદી:ક્રેડિટર્સ માટે પોઝિટીવ
PFC અને REC મોટા ધિરાણકર્તાઓ છે. તેમાં ₹32,243 કરોડનું દેવું છે. ફાઈનાન્સ કંપનીઓની ₹29,400 કરોડની રકમ બાકી છે.
SW એનર્જીના જોઈન્ટ MD અને CEO શરદ મહેન્દ્રનું કહેવુ છે કે KSK મહાનદી પાવરની હાઈ ક્વોલિટી અસેટ છે. પ્રોજેક્ટ પૂરા થવા પર કુલ ક્ષમતા 3600 MW થશે. દેશનો ત્રીજો મોટો પાવર પ્લાન્ટ રહશે. પ્લાન્ટથી 3 રાજ્યોના પાવર સપ્લાઈનો કરાર છે. NCLTથી વધુ રિઝોલ્યુશન પ્લાન મંજૂર થઈ શકે છે.
શરદ મહેન્દ્રએ જણાવ્યું કે ઈન્ટરનલ અપ્રુવલ દ્વારા કંપની રકમ એકત્ર કરશે. KSK મહાનદીમાં 600 MWના 6 યુનિટ રહેશે. હાલ 600 MWના 3 યુનિટ કામ કરી રહ્યા છે. ચોથા યુનિટમાં 40%થી વધુનું કામ પૂરૂ થયું. 600 MWનો ચોથો યુનિટ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આગામી 2-3 વર્ષમાં પૂરી ક્ષમતા જોડાશે.
શરદ મહેન્દ્રના મુજબ FY30 સુધી કુલ ક્ષમતા 20 GWનો લક્ષ્ય છે. KSK ડીલ બાદ 2030 સુધી કુલ ક્ષમતા 28.2 GW થશે. હાલમાં 10 GW ક્ષમતાનો લક્ષ્ય હાસલ કરીશું. ધણા પાવર પર્ચેજ એગ્રીમેન્ટથી ક્ષમતા વધારવા પર ફોકસ રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.