Lenskart IPO: નાણાકીય વર્ષ 2024થી નાણાકીય વર્ષ 2025 સુધી વાર્ષિક ધોરણે લેન્સકાર્ટની આવક વૃદ્ધિ 17 ટકા નોંધાઈ શકે છે. લેન્સકાર્ટની શરૂઆત વર્ષ 2008માં પીયૂષ બંસલ, અમિત ચૌધરી, નેહા બંસલ અને સુમિત કપાહી દ્વારા કરવામાં આવી હતી.
લેન્સકાર્ટની એવરેજ કોસ્ટ પ્રાઈસ 8 ડોલર એટલે કે 682 રૂપિયા અને એવરેજ સેલિંગ પ્રાઈસ 28 ડોલર (2380 રૂપિયા) છે, જે 70% ગ્રોસ માર્જિન દર્શાવે છે.
Lenskart IPO: આઈવેર રિટેલર લેન્સકાર્ટ (Lenskart) વર્ષ 2008માં પીયૂષ બંસલ, અમિત ચૌધરી, નેહા બંસલ અને સુમીત કપાહી દ્વારા સ્થપાયેલી કંપની છે. આ કંપની હવે શેરબજારમાં લિસ્ટ થવા માટે તૈયારી કરી રહી છે. FY25માં લેન્સકાર્ટનું રેવન્યુ 75.5 કરોડ ડોલર અંદાજે 6415 કરોડ રૂપિયા રહેવાની ધારણા છે, જેમાં ભારત અને આંતરરાષ્ટ્રીય બિઝનેસનો સમાવેશ થાય છે. FY24માં કંપનીનું રેવન્યુ 64.5 કરોડ ડોલર હતું, જે FY23ના 44.3 કરોડ ડોલરની સરખામણીમાં 46% વધ્યું હતું. FY25માં રેવન્યુ ગ્રોથ 17% રહેવાનો અંદાજ છે.
ભારતમાંથી મોટો હિસ્સો
લેન્સકાર્ટના FY25ના 75.5 કરોડ ડોલરના રેવન્યુમાંથી 45.5 કરોડ ડોલર અંદાજે 3865 કરોડ રૂપિયા ભારતીય બિઝનેસમાંથી આવશે. બાકીનું 30 કરોડ ડોલર 2550 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારો, ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયા (SEA)માંથી આવશે. FY23થી લેન્સકાર્ટના રેવન્યુનો 60% હિસ્સો ભારતમાંથી અને બાકીનો આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવે છે.
ગ્રોસ માર્જિન અને કેશ
લેન્સકાર્ટની એવરેજ કોસ્ટ પ્રાઈસ 8 ડોલર એટલે કે 682 રૂપિયા અને એવરેજ સેલિંગ પ્રાઈસ 28 ડોલર (2380 રૂપિયા) છે, જે 70% ગ્રોસ માર્જિન દર્શાવે છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2024 દરમિયાન કંપની પાસે 20 કરોડ ડોલરનું કેશ હતું.
1 અબજ ડોલરનો IPO
લેન્સકાર્ટ 1 અબજ ડોલરથી વધુનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સેબી પાસે જમા કરવાની તૈયારી અંતિમ તબક્કામાં છે. લેન્સકાર્ટ ભારતનું સૌથી મોટું ઓમ્ની-ચેનલ આઈવેર બ્રાન્ડ છે, જે ઓનલાઈન અને 2000થી વધુ ફિઝિકલ સ્ટોર્સ ધરાવે છે. કંપનીએ 30 મે 2025ના રોજ નામ બદલીને લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ કર્યું, જેનાથી તે પબ્લિક કંપની બની.
મોટા ઈન્વેસ્ટર્સ
લેન્સકાર્ટમાં સોફ્ટબેન્ક, ટેમાસેક, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), આલ્ફા વેવ ગ્લોબલ, KKR, કેદારા કેપિટલ અને TPG જેવા મોટા ઈન્વેસ્ટર્સનું રોકાણ છે.
લેન્સકાર્ટની શરૂઆત
2008માં સ્થપાયેલી લેન્સકાર્ટના સ્થાપક પીયૂષ બંસલ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ તરીકે જોવા મળ્યા છે. આજે લેન્સકાર્ટ ભારતનું અગ્રણી આઈવેર બ્રાન્ડ બની ગયું છે.