LIC: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) નાણાકીય વર્ષ 2025માં સ્ટોક માર્કેટમાં આશરે રૂપિયા 1.30 લાખ કરોડનું રોકાણ કરશે. કંપનીના એમડી અને સીઈઓ સિદ્ધાર્થ મોહંતીએ આ માહિતી આપી છે. વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ નાણાકીય વર્ષ 2025 ના એપ્રિલ-જૂન દરમિયાન શેર્સમાં આશરે રૂપિયા 38,000 કરોડનું રોકાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂપિયા 23,300 કરોડ હતું. ગયા શુક્રવારે એલઆઈસીના શેરમાં 0.70 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને આ શેર BSE પર રૂપિયા 1133.60ના ભાવે બંધ થયો હતો. આ વધારા સાથે કંપનીનું માર્કેટ કેપ 7.17 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.