LTIMindtree Q3: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 13.2% ઘટીને ₹1,086.7 કરોડ રહ્યો, પરંતુ આવકમાં વધારો
LTIMindtree Q3: કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં 13.2 ટકા ઘટીને 1,086.7 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 2.4% વધીને 9,661 કરોડ રૂપિયા રહી છે. જો કે આ વખતે કંપનીનો નફો અનુમાનથી ઓછો રહ્યો અને આવક અનુમાથી વધુ રહી છે.
LTIMindtree Q3: ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ થવા વાળી એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMINDTREE) આજે એટલે કે 16 જાન્યુઆરી નાણાકીય વર્ષ 2025ના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં 13.2 ટકા ઘટીને 1,086.7 કરોડ રૂપિયાનો નફો થયો છે.
LTIMindtree Q3: ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ થવા વાળી એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMINDTREE) આજે એટલે કે 16 જાન્યુઆરી નાણાકીય વર્ષ 2025ના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં 13.2 ટકા ઘટીને 1,086.7 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 2.4% વધીને 9,661 કરોડ રૂપિયા રહી છે. જો કે આ વખતે કંપનીનો નફો અનુમાનથી ઓછો રહ્યો અને આવક અનુમાથી વધુ રહી છે.
LTIMINDTREEના ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નફો 1,086.7 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે તેના 1,119 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના કંસોલિડેટેડ નફો 1,251.6 કરોડ રૂપિયા રહ્યો હતો જેમાં આ ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં LTIMINDTREEની કંસોલિડેટેડ આવક 9,661 કરોડ રૂપિયા પહોંચી જ્યારે તેના 9,627 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની કંસોલિડેટેડ આવક 9,432.9 કરોડ રૂપિયા રહી હતી. આ ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે.
એબિટડા અને માર્જીનમાં રહી નબળાઈ
LTIMINDREEના ત્રીજા ક્વાર્ટરમાં એબિટડા 1,329 કરોડ રૂપિયા રહ્યા જ્યારે તે 1,304 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જો કે ગત ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 1,458.2 કરોડ રૂપિયા રહ્યા હતા. જો કે આ ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં LTIMINDREEના એબિટડા માર્જીન 13.8 ટકા રહ્યા જ્યારે તે 13.5 ટકા રહેવાનું અનુમાન હતુ. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જીન 15.5 ટકા રહ્યા હતા.
LTIMINDREEના ત્રીજા ક્વાર્ટરમાં ડૉલર આવક 1,138.7 ડૉલર રહી જ્યારે તેના 1,140.4 ડૉલર રહેવાનું અનુમાન હતુ. જયારે કંપનીનો ત્રીજા ક્વાર્ટરમાં ડૉલર ગ્રોથ 1.1% રહ્યો જ્યારે તે 1.2% રહેવાનું અનુમાન હતુ. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની CC રેવેનયૂ ગ્રોથ 1.8% રહ્યો જ્યારે તેના 1.6% રહેવાનું અનુમાન હતુ.