LTIMindtree Q4: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 2.6% વધીને ₹1,128.5 કરોડ રહ્યો, ₹45 શેરદીઠ ડિવિડન્ડની કરી જાહેરાત
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ માટે 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા શેર દીઠ ₹45 ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી. પરિણામો પહેલા, LTIMindtree ના શેર મંગળવારે NSE પર 5 ટકાથી વધુ ઉછળીને ₹4,537.9 પર બંધ થયા હતા.
LTIMindtree Q4: ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ થવા વાળી એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMINDTREE) આજે એટલે કે 23 એપ્રિલના નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે.
LTIMindtree Q4: ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ થવા વાળી એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMINDTREE) આજે એટલે કે 23 એપ્રિલના નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. કંપનીને ચોથા ક્વાર્ટરમાં 3.9 ટકા વધીને 1,128.5 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક 1.1% વધીને 9,771.7 કરોડ રૂપિયા પહોંચી છે. જો કે આ વખતે કંપનીનો નફો અને આવક અનુમાનથી ઓછા રહ્યા છે.
LTIMINDTREEના ચોથા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નફો 1,128.5 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે તેના 1,138 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના કંસોલિડેટેડ નફો 1,086.7 કરોડ રૂપિયા રહ્યો હતો જેમાં આ ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં LTIMINDTREEની કંસોલિડેટેડ આવક 9,771.7 કરોડ રૂપિયા પહોંચી જ્યારે તેના 9,865 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની કંસોલિડેટેડ આવક 9,660.9 કરોડ રૂપિયા રહી હતી. આ ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે.
એબિટડા અને માર્જીનમાં રહી મજબૂતી
LTIMINDREEના ચોથા ક્વાર્ટરમાં એબિટડા 1,345.4 કરોડ રૂપિયા રહ્યા જ્યારે તે 1,381 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જો કે ગત ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 1,328.9 કરોડ રૂપિયા રહ્યા હતા. જો કે આ ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે.
ચોથા ક્વાર્ટરમાં LTIMINDREEના એબિટડા માર્જીન 13.8 ટકા રહ્યા જ્યારે તે 14 ટકા રહેવાનું અનુમાન હતુ. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જીન 13.8 ટકા રહ્યા હતા.
LTIMINDREEના ચોથા ક્વાર્ટરમાં ડૉલર આવક 1,131 ડૉલર રહી જ્યારે તેના 1,139 ડૉલર રહેવાનું અનુમાન હતુ. ચોથા ક્વાર્ટરમાં કંપનીની CC રેવેનયૂ ગ્રોથ 0.6% રહ્યો જ્યારે તેના 0.2% રહેવાનું અનુમાન હતુ.
ડિવિડન્ડની જાહેરાત
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ માટે 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા શેર દીઠ ₹45 ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી. પરિણામો પહેલા, LTIMindtree ના શેર મંગળવારે NSE પર 5 ટકાથી વધુ ઉછળીને ₹4,537.9 પર બંધ થયા હતા.