PVR Inox: થિયેટરોમાં દર્શકોની સંખ્યામાં ઘટાડાને રોકવા માટે, મલ્ટિપ્લેક્સ ચેઇન PVR આઇનોક્સે એક નવું પગલું ભર્યું છે. કંપની હવે એડ ફ્રી એટલે કે જાહેરાત વિના સ્ક્રીન પર ફિલ્મો રજૂ કરી રહી છે. જો કે, દર્શકોને આ સુવિધા પ્રીમિયમ સ્ક્રીનવાળા થિયેટરોમાં જ મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ કલેક્શનની અસર થિયેટર બિઝનેસ પર પડી છે. બોલિવૂડની મોટી ફિલ્મોએ પણ છેલ્લા ત્રણ મહિનામાં ખરાબ પ્રદર્શન કર્યું છે. ફિલ્મોમાં મોટા સ્ટાર્સ હોવા છતાં દર્શકો નથી આવી રહ્યા.