Reliance Industries Q3 Result: કંપનીનો કંસોલિડેટ નફો ₹18,540 કરોડ પર પહોંચ્યો | Moneycontrol Gujarati
Get App

Reliance Industries Q3 Result: કંપનીનો કંસોલિડેટ નફો ₹18,540 કરોડ પર પહોંચ્યો

Reliance Industries Q3 Result: નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો 18,540 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 17,265 કરોડ રૂપિયા હતો. કંપનીએ જણાવ્યું છે કે ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ આવક વધીને 2.40 લાખ રૂપિયા પહોંચી છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 2.25 લાખ રૂપિયા હતી.

અપડેટેડ 08:31:32 PM Jan 16, 2025 પર
Story continues below Advertisement
Reliance Industries Q3 Result: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

Reliance Industries Q3 Result: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો 18,540 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 17,265 કરોડ રૂપિયા હતો.

કંપનીએ જણાવ્યું છે કે ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ આવક વધીને 2.40 લાખ રૂપિયા પહોંચી છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 2.25 લાખ રૂપિયા હતી.

કંપનીએ જણાવ્યું છે કે ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ EBITDA વધીને 43,789 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 40,656 કરોડ રૂપિયા હતો. કંપનીનું કોન્સોલિડેટેડ EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 18.1% થી વધીને 18.3% રૂપિયા રહ્યા છે.


O2C આવક વધીને 1.49 લાખ કરોડ રૂપિયા

કંપનીએ જણાવ્યું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં O2Cની આવક વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 1.41 લાખ કરોડ રૂપિયા હતી. O2C EBITDA વાર્ષિક ધોરણે 14,402 કરોડ રૂપિયાથી વધીને 14,064 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન, O2C EBITDA માર્જિન 10 ટકાથી ઘટીને 9.6 ટકા થયું છે.

ઑયલ એન્ડ ગેસ સેગમેન્ટ

કંપનીએ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઑયલ અને ગેસની આવક ઘટીને 6,370 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 6,719 કરોડ રૂપિયા હતી. ઓયલ એન્ડ ગેસ EBITDA વાર્ષિક ધોરણે 5,804 કરોડ રૂપિયાથી ઘટીને 5,565 કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન, ઑયલ અને ગેસ માર્જિન દર વર્ષે 86.4 ટકાથી વધીને 87.4 ટકા થયું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ Q3 ની મુખ્ય વાતો

ડિજિટલ સેવાઓ, રિટેલ અને O2C EBITDA માં મજબૂત ગ્રોથ જોવા મળ્યો. મજબૂત સ્થાનિક માંગને કારણે O2C સેગમેન્ટે વધુ સારું પ્રદર્શન કર્યું છે. ઊંચા વોલ્યુમ અને કાર્યકારી શક્તિને કારણે O2C કામગીરીમાં સુધારો થયો. રિટેલ બિઝનેસ EBITDA એ 9 ટકાની તંદુરસ્ત વાર્ષિક ગ્રોથ સાથે ₹6,840 કરોડનો નફો નોંધાવ્યો. ડિજિટલ સર્વિસીસ EBITDA એ 17 ટકાની મજબૂત ગ્રોથ નોંધાવી 16,640 કરોડ રૂપિયાના આંકડા હાસિલ કર્યા.

ડિજિટલ સર્વિસીસ EBITDA માં હાઈ ARPU એ ₹203.30 કરોડનું યોગદાન આપ્યું. KG-D6 માં ઓછા વોલ્યુમને કારણે તેલ અને ગેસના EBITDA માં 4 ટકાનો ઘટાડો થયો. ટેરિફ વધારા અને સારા ગ્રાહકોના મિશ્રણની અસરને કારણે ARPUમાં વધુ સુધારો થયો. ટેરિફ વધારાની વધારાની અસર આગામી થોડા મહિનામાં દેખાશે. Jio ભારતમાં 5G ને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. True5G પર 170 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ Jio ના વાયરલેસ ટ્રાફિકના 40% હિસ્સો ધરાવે છે. ત્રીજા ક્વાર્ટરમાં કેપેક્સ ₹32,259 કરોડ હતું, જે સંપૂર્ણપણે ₹38,227 કરોડના રોકડ નફા દ્વારા આવરી લેવામાં આવ્યું હતું.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

Reliance Jio Q3: રિલાયન્સ જિયોના સારા રહ્યા પરિણામ, કંપનીનો વર્ષના આધાર પર નફો 24.3% વધીને ₹6,477 કરોડ પહોંચ્યો, આવકમાં 16% વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2025 7:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.