Reliance Industries Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ આવક 2.61 લાખ કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 2.36 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ આવક 2.40 લાખ કરોડ રૂપિયા હતો.
Reliance Industries Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ આવક 2.61 લાખ કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 2.36 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ આવક 2.40 લાખ કરોડ રૂપિયા હતો.
કંપનીએ જણાવ્યું છે કે માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ EBITDA વધીને 43,832 કરોડ રૂપિયા થયો છે, જે ગત ક્વાર્ટરમાં 43,789 કરોડ રૂપિયા હતો. કંપનીનું કોન્સોલિડેટેડ EBITDA વાર્ષિક ધોરણે 42,516 કરોડ રૂપિયાથી ઘટીને 39,058 કરોડ રૂપિયા થયું છે.
કંપનીએ જણાવ્યું છે કે માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ એબિટડા માર્જિન વધીને 16.8% રહ્યા છે, જે ગત ક્વાર્ટરમાં 18.25% રહ્યા હતા. કંપનીના કોન્સોલિડેટેડ એબિટડા માર્જિન વાર્ષિક ઘોરણે 18% રહ્યા હતા.
O2C આવક વધીને 1.65 લાખ કરોડ રૂપિયા
કંપનીએ જણાવ્યું છે કે માર્ચ ક્વાર્ટરમાં O2Cની આવક વધીને 1.65 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 1.43 લાખ કરોડ રૂપિયા હતી. જે છેલ્લા ક્વાર્ટરમાં 1.49 લાખ કરોડ રૂપિયા રહી હતી. O2C EBITDA વાર્ષિક ધોરણે 16,777 કરોડ રૂપિયાથી ઘટીને 15,080 કરોડ રૂપિયા રહ્યા છે. જે છેલ્લા ક્વાર્ટરમાં 14,402 કરોડ રૂપિયા રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, O2C EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 11.8 ટકાથી ઘટીને 9.2 ટકા થયું છે. જે છેલ્લા ક્વાર્ટરમાં 9.6% રહ્યુ હતુ.
ઑયલ એન્ડ ગેસ સેગમેન્ટ
કંપનીએ જણાવ્યું છે કે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેલ અને ગેસની આવક ઘટીને 6,440 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 6,468 કરોડ રૂપિયા હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં તેલ અને ગેસની આવક 6,370 કરોડ રૂપિયા હતી. ઓયલ એન્ડ ગેસ EBITDA વાર્ષિક ધોરણે 5,606 કરોડ રૂપિયાથી ઘટીને 5,123 કરોડ રૂપિયા થયું છે. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં તેલ અને ગેસના એબિટડા 5,565 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન, ઑયલ અને ગેસ માર્જિન દર વર્ષે 7.6 ટકા પર યથાવત રહ્યા છે.
રિલાયન્સ રિટેલ
રિલાયન્સ રિટેલની આવક માર્ચ ક્વાર્ટરમાં વધીને 88,637 કરોડ રૂપિયા થઈ છે જે એક વર્ષ અગાઉ 76,683 કરોડ રૂપિયા હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં રિટેલની આવક 90,351 કરોડ રૂપિયા હતી. કંપનીનું EBITDA વાર્ષિક ધોરણે 5,829 કરોડ રૂપિયાથી વધીને 6,721 કરોડ રૂપિયા થયું છે. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં રિટેલના એબિટડા 6,840 કરોડ રૂપિયા હતા. EBITDA માર્જિન 7.6 ટકા પર યથાવત રહ્યા છે.
રિલાયન્સ જિયો સેગમેન્ટ
વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકની આવક 30,018 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ જિયો ઈન્ફોટેકની આવક 25,959 કરોડ રૂપિયા હતી. જ્યારે, છેલ્લા વર્ષની સરખામણીએ જિયો ઈન્ફોટેકની આવક 29,307 કરોડ રૂપિયા હતી.
.
નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં જિયો ઈન્ફોટેકના એબિટડા 16,188 કરોડ રૂપિયા રહ્યા છે. જે ગત વર્ષના ચોથા ક્વાર્ટરમાં જિયોના એબિટડા 13,734 કરોડ રૂપિયા રહ્યા હતા. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં જિયોના એબિટડા 15,798 કરોડ રૂપિયા રહ્યા હતા.
નાણાકીય વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરના જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 53.9 ટકા રહ્યા છે. જ્યારે ગત વર્ષના આધાર પર જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 52.9 ટકા રહ્યા હતા. જ્યારે છેલ્લા ક્વાર્ટરના આધાર પર જિયો ઈન્ફોટેકના એબિટડા માર્જિન 53.9 ટકા રહ્યા હતા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.