ટાટા ગ્રુપનો ભાગ બનેલી એર ઇન્ડિયાએ આજે વિશ્વ સમક્ષ તેના પ્રથમ રેટ્રોફિટેડ નેરો બોડી એરક્રાફ્ટ VT-EXNની ઝલક રજૂ કરી. એરલાઇને આને તેના પરિવર્તન તરફ એક મોટું પગલું ગણાવ્યું છે. ટાટા ગ્રુપે 2022માં એર ઇન્ડિયા હસ્તગત કરી અને આ પ્રોસેસમાં 27 નેરો બોડી એરક્રાફ્ટ મેળવ્યા. આ A320neo વિમાન તેમાં સામેલ છે. આ વિમાન સંપૂર્ણપણે રૂપાંતરિત થઈ ગયું છે. તેમાં એક નવું કેબિન અને એડવાન્સ ફિચર્સ છે. વિમાનને રિટ્રોફિટિંગ કરવાનું કામ ગયા વર્ષે શરૂ થયું હતું. આ એર ઇન્ડિયાના તેના વિમાનોને સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. ટાટા ગ્રુપે એર ઇન્ડિયાના વિમાનોને રિટ્રોફિટ કરવા માટે $400 મિલિયનનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત વિમાનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વિમાનમાં નવી સીટો, કાર્પેટ અને પડદા લગાવવામાં આવ્યા છે. તેમજ કેબિનને નવો લૂક આપવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, વિમાનમાં ત્રણ સીરીઝની સિટીંગ છે. આમાં બિઝનેસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમીનો સમાવેશ થાય છે. આ બેઠકો મુસાફરોને આરામદાયક અને એડવાન્સ ફ્લાયનો એક્સપિરિયન્સ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે.