Tata Motors CV Q1 Results : નફો 83% ઉછળીને 2560 કરોડ થયો, રેવન્યુમાં પણ 20%નો જંગી વધારો
ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલએ શાનદાર Q1 પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 83% વધીને 2560 કરોડ થયો છે. જાણો કંપનીના લેટેસ્ટ રિઝલ્ટ અને શેરની સંપૂર્ણ સ્થિતિ.
ટાટા મોટર્સ માત્ર ડીઝલ-પેટ્રોલ જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. કંપનીના eSCV સેગમેન્ટે મે અને જૂન મહિનામાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.
Tata Motors CV Q1 Results : ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડે 12 ઓગસ્ટના રોજ પોતાના જૂન ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સેક્ટરમાંથી મળેલી મજબૂત ડિમાન્ડના કારણે કંપનીએ આ ક્વાર્ટરમાં જોરદાર કમાણી કરી છે.
નફો અને રેવન્યુમાં મોટો ઉછાળો
કંપનીના રિઝલ્ટ પર નજર કરીએ તો, તેનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 83% ના જંગી ઉછાળા સાથે 2,560 કરોડ પર પહોંચી ગયો છે. માત્ર નફો જ નહીં, પરંતુ કંપનીની આવકમાં પણ મોટો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશન્સમાંથી થતી રેવન્યુ 20% વધીને 20,576 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 17,192 કરોડ હતી.
કંપનીના MD અને CEO ગિરીશ વાઘના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2027 ના પહેલા ક્વાર્ટરમાં કોમર્શિયલ વાહન ઉદ્યોગમાં સારી મજબૂતી જોવા મળી છે. ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલ્સના વેચાણ (વોલ્યુમ) માં વાર્ષિક ધોરણે 26% નો વધારો નોંધાયો છે.
ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી
ટાટા મોટર્સ માત્ર ડીઝલ-પેટ્રોલ જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. કંપનીના eSCV સેગમેન્ટે મે અને જૂન મહિનામાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.આ બે મહિનામાં આ સેગમેન્ટની ભાગીદારી 10% રહી હતી. પહેલા ક્વાર્ટરમાં eSCV સેગમેન્ટમાં ટાટા મોટર્સનો માર્કેટ શેર 47% રહ્યો હતો.
EBITDA માર્જિન અને માર્કેટ શેરની સ્થિતિ
ટાટા મોટર્સના CFO જી.વી. રમણનના જણાવ્યા મુજબ, કાચા માલની કિંમતોમાં વધારો અને ગ્લોબલ ટેન્શન હોવા છતાં કંપનીએ પોતાનું EBITDA માર્જિન 11.7% જાળવી રાખ્યું છે. આ ક્વાર્ટરમાં કંપનીનું ફ્રી કેશ ફ્લો પણ 1,100 કરોડ જેટલું મજબૂત રહ્યું છે.
નાણાકીય વર્ષ 2027 ના પહેલા ક્વાર્ટરમાં ઘરેલુ માર્કેટમાં કંપનીનો દબદબો જોવા મળ્યો છે.ઘરેલુ CV VAHAN માર્કેટ શેર 36.8% રહ્યો, જેમાં અગાઉના ક્વાર્ટર કરતા 100 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. કેટેગરી મુજબ જોઈએ તો,, HCV માં 56.3%, ILMCV માં 36.9%, SCV PU માં 27.7% અને CV પેસેન્જર સેગમેન્ટમાં 41.3% માર્કેટ શેર રહ્યો છે.
શેરબજાર પર શું અસર પડશે?
12 ઓગસ્ટના રોજ ટાટા મોટર્સ CVનો શેર 1.6% ના ઘટાડા સાથે 342 ના સ્તરે બંધ થયો હતો. કંપનીએ આ શાનદાર પરિણામો શેરબજાર બંધ થયા પછી જાહેર કર્યા છે. તેથી, આ જબરદસ્ત નફા અને કમાણીની પોઝિટિવ અસર આવતા ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરો પર જોવા મળી શકે છે. કંપની મેનેજમેન્ટને પૂરો વિશ્વાસ છે કે આવનારા ક્વાર્ટરમાં પણ તેઓ પોતાનો માર્કેટ શેર અને નફો વધારવાનું ચાલુ રાખશે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.