Tesla in India: લાંબી રાહ જોવડાવ્યા બાદ ઈલેક્ટ્રિક વાહન બનાવતી અમેરિકન કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની છે. એલોન મસ્ક તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તે પછી, મસ્કની કંપનીએ ભારતમાં ભરતી માટે જાહેરાતો પણ પ્રકાશિત કરી. હવે કંપની ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે જમીન શોધી રહી છે. ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ભારતમાં તેના ઉત્પાદન કામગીરી શરૂ કરવા માટે જમીન શોધી રહી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, ટેસ્લા માટે મહારાષ્ટ્ર પહેલી પસંદગી છે.