અદાણી ગ્રૂપે ભારતની સૌથી મોટી ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર લિમિટેડ (AWL)માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. હવે વિલ્મરે આગળની બિઝનેસ સ્ટ્રેટેજી જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે તે તેના ઉચ્ચ માર્જિનવાળા FMCG બિઝનેસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલ્મર ITC જેવી સ્ટ્રેટેજી અપનાવીને તેના મુખ્ય વ્યવસાય અને વ્યાપક વિતરણ નેટવર્કનો લાભ લેવાનું વિચારી રહી છે. તે જ રીતે ITC એ FMCG માં વિસ્તરણ કરવા માટે તેના મજબૂત સિગારેટ વ્યવસાયનો ઉપયોગ કર્યો, AWL તેના મુખ્ય ખાદ્ય તેલ વ્યવસાયનો FMCG ગ્રોથ માટે આધાર તરીકે ઉપયોગ કરવા માટે તૈયાર છે.