ચાર્ટ પર UPLના સ્ટોક તમામ મહત્ત્વના મૂવિંગ એવરેજથી ઉપર છે. બ્રોકરેજ ફર્મ ઇન્વેસ્ટેકે ગયા મહિને UPLની રેટિંગને સેલથી અપગ્રેડ કરીને બાય કરી હતી અને ટાર્ગેટ પ્રાઇસ પણ 450 રૂપિયાથી વધારીને 700 રૂપિયા કરી દીધી હતી. બ્રોકરેજના જણાવ્યા મુજબ, વૈશ્વિક લેવલે માંગમાં રિકવરી અને ઓપરેશનલ કાર્યક્ષમતાના આધારે કંપની તેના વૃદ્ધિના લક્ષ્યો હાંસલ કરી લેશે. 15 માર્ચના અહેવાલમાં ઇનક્રેડે પણ UPLના ટાર્ગેટ પ્રાઇસને 754 રૂપિયાથી વધારીને 1289 રૂપિયા કર્યા છે, જોકે એડ રેટિંગમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઇનક્રેડનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025-27 દરમિયાન કંપનીની આવક વાર્ષિક 11 ટકાના ચક્રવૃદ્ધિ દર (CAGR)થી વધશે. તેને કવર કરતા 24 વિશ્લેષકોમાંથી 16એ ખરીદી, સાતે હોલ્ડ અને એકે સેલ રેટિંગ આપી છે.