Wipro Q4 Results: IT કંપની વિપ્રોએ જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી કંપનીની એકીકૃત આવક વાર્ષિક ધોરણે 1.33 ટકા વધીને રુપિયા 22504.2 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા તે રુપિયા 22208.3 કરોડ હતો. માર્ચ 2024 ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 25.5 ટકા વધીને રુપિયા 3588.1 કરોડ થયો છે જે રુપિયા 2858.2 કરોડ હતો.
કંપનીના ઇક્વિટીધારકોને આભારી નફો રુપિયા 3569.6 કરોડ હતો, જે એક વર્ષ અગાઉના રુપિયા 2834.6 કરોડના નફા કરતાં 25.9 ટકા વધુ છે. માર્ચ 2025ના ત્રિમાસિક ગાળા દરમિયાન વિપ્રોનો ખર્ચ વધીને રુપિયા 18,978.6 કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ રુપિયા 18,978.8 કરોડ હતો.
ડિવિડન્ડ અંગે, કંપનીએ કહ્યું છે કે 17 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરાયેલ શેર દીઠ રુપિયા 6ના વચગાળાના ડિવિડન્ડને જ નાણાકીય વર્ષ 2024-25 માટે અંતિમ ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 28 જાન્યુઆરી 2025 હતી. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિપ્રોની IT સર્વિસ બિઝનેસની આવક $2505 મિલિયનથી $2557 મિલિયનની વચ્ચે રહેવાનો અંદાજ છે.
વિપ્રોના શેર લીલા નિશાનમાં બંધ થયા
16 એપ્રિલે, વિપ્રોના શેર BSE પર 1 ટકાથી વધુના વધારા સાથે રુપિયા 247.50 પર બંધ થયા હતા. કંપનીનું માર્કેટ કેપ 2.59 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં સ્ટોક 17 ટકા ઘટ્યો છે. 3 મહિનામાં ભાવ 14 ટકા ઘટ્યો છે. માત્ર એક સપ્તાહમાં કિંમતમાં 4 ટકાનો વધારો થયો છે. માર્ચ 2025ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટર્સનો 72.73 ટકા હિસ્સો હતો.