Zomato's new policy: ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને ક્વિક કોમર્સ સર્વિસ બ્લિંકિટ ચલાવતી કંપની ઇટર્નલ લિમિટેડે નવી પેરેન્ટલ લીવ પોલિસી રજૂ કરી છે. આ પોલિસી હેઠળ, નવા માતા-પિતાને 26 અઠવાડિયાની રજા મળશે, જેનો ઉપયોગ તેઓ 3 વર્ષના સમયગાળામાં ફ્લેક્સિબલ રીતે કરી શકશે. આ રજા બાળકના જન્મ પહેલાંથી જ શરૂ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જે પેરેન્ટ્સ માટે મોટી રાહત છે.
ઇટર્નલનું કહેવું છે કે આ પોલિસી દરેક પ્રકારના માતા-પિતાને સપોર્ટ કરે છે, જેમાં જન્મ આપનાર, જન્મ ન આપનાર, દત્તક લેનાર અને સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કરનાર પેરેન્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ તેના પેરેન્ટ કમ્યુનિટી સાથે ચર્ચા કર્યા બાદ આ પોલિસીમાં ફેરફાર કર્યા છે. ચર્ચામાં સામે આવ્યું કે બાળકના જન્મ બાદના શરૂઆતના વર્ષોમાં પણ પેરેન્ટ્સને રજાની જરૂર પડે છે. ઇટર્નલના વાઇસ પ્રેસિડેન્ટ (HR) નિહારિકા મોહંતીએ જણાવ્યું, “આ પોલિસી આધુનિક પેરેન્ટહૂડની અમારી સમજણને દર્શાવે છે અને દરેક કર્મચારીને કામ અને ઘર બંનેમાં સપોર્ટેડ અનુભવે તેવું વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
વ્યાપક પેરેન્ટલ સપોર્ટ ફ્રેમવર્ક
ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇટર્નલે 25 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ હાંસલ કર્યો હતો, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 253 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ આ વર્ષે માર્ચમાં પોતાને ઇટર્નલ તરીકે રી-બ્રાન્ડ કર્યું છે.