કેન્દ્ર સરકારે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી મંજૂરી, 19 હજાર 744 કરોડનો ખર્ચ અને 6 લાખ નોકરીઓ - central govt approves national green hydrogen mission 19 thousand 744 crore expenditure and 6 lakh jobs | Moneycontrol Gujarati
Get App

કેન્દ્ર સરકારે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી મંજૂરી, 19 હજાર 744 કરોડનો ખર્ચ અને 6 લાખ નોકરીઓ

નેશનલ હાઈડ્રોજન મિશનનું એલાન 15 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, સરકાર 2030 સુધીમાં 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે

અપડેટેડ 03:28:44 PM Jan 05, 2023 પર
Story continues below Advertisement

નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ સરકાર ભારતને ગ્રીન હાઈડ્રોજનનું હબ બનાવવા માગે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપતા કહ્યુ છે કે સરકાર 2030 સુધીમાં 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે 19744 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનાને પ્રોત્સાહીત કરવા માટે કંપનીઓને ઈન્સેન્ટિવ આપવામાં આવશે. ઈન્સેન્ટિવ પર 17490 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. નેશનલ હાઈડ્રોજન મિશનનું એલાન 15 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

અનુરાગ ઠાકુરએ કહ્યુ છે કે ગ્રીન હાઈડ્રોજન હબ્સનો વિકાસ કરવામાં આવશે. તેનાથી ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદક અને ઉપભોક્તાને એક જ સ્થાન પર લાવવામાં આવશે. જેથી ટ્રાન્સપોર્ટેશન પણ વધે નહીં અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક સ્થાન પર ઉપલબ્ધ કરાવી શકાય. 2047 સુધીમાં દેશને એનર્જી ઈન્ડિપેન્ડન્ટ બનાવવાનું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરીએ તેના માટે આ ઘણું જરૂરી પગલું છે.

હિમાચલ પ્રદેશમાં સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. શિમલામાં સતલજ નદી પર બનનારા આ પ્રોજેક્ટ પર લગભગ 2614 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેની ક્ષમતા 382 મેગાવોટ છે. તેના 5 વર્ષ 3 માસમાં પૂર્ણ કરવામાં આવશે.

સરકાર હાઈડ્રોજન અને એમોનિયાને ભવિષ્યના મુખ્ય ઈંધણ માની રહી છે. આ ભવિષ્યમાં ફોસિલ ફ્યૂલ એટલે કે પેટ્રોલ, ડીઝલ અને કોલસાને રિપ્લેસ કરશે. નવી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીન હાઈડ્રોજન બનાવનારા મેન્યુફેક્ચરર્સ પાવર એક્સચેન્જથી રિન્યૂએબલ પાવર ખરીદી શકે છે. મેન્યુફેક્ચરર્સ ખુદના રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટ લગાવી શકે છે.


ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા બનાવવાની વાત એટલા માટે થઈ રહી છે, કારણ કે તે ભવિષ્યના મુખ્ય ઈંધણ માનવામાં આવી રહ્યા છે. તેના હેઠળ ભારત ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવા ઈંધણોમાં આત્મનિર્ભર બનવા માંગે છે. પેટ્રોલિયમ હેઠળ ભારત આ ઈંદણો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવા માગતું નથી.

આ પણ વાંચો - CNG Cars in 2023: નવી CNG કાર ખરીદવા માંગો છો? બ્રેઝા અને વિટારા સહિતના વ્હીલર નવા વર્ષમાં થશે લોન્ચ

ગ્રીન હાઈડ્રોજન એનર્જીનો સૌથી સ્વચ્છ સોર્સ છે. તેનાથી પ્રદૂષણ થતું નથી. ગ્રીન હાઈડ્રોજન એનર્જી બનાવવા માટે પાણીથી હાઈડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવામં આવે છે. આ પ્રોસેસમાં ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ થાય છે. ઈલેક્ટ્રોલાઈઝર રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરે છે. સૌર અને હવા રિન્યૂએબલ એનર્જી સોર્સ છે. ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ, કેમિકલ, આયર્ન સહીતની ઘણી જગ્યાઓ પર પણ કરી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2023 11:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.