Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે અફરા-તફરી મચી ગઈ, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ ભાવ - crypto price chaos in the crypto market today know the latest prices of top-10 currencies | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે અફરા-તફરી મચી ગઈ, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ ભાવ

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે અફરા-તફરી મચી ગઈ છે. માર્કેટ કેપ મુજબ, ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર ટેથર (tether) જ ગ્રીન ઝોનમાં છે, પરંતુ તે પણ લગભગ ફ્લેટ ભાવ પર છે. બાકી ક્રિપ્ટોમાં માત્ર બાઈનેન્સ યૂએસડી (Binance USD) અને યૂએસડી કૉઈન (USD Coin)માં મામૂલી ઘટાડો છે. સૌથી મોટો ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin) તો 20 હજાર ડૉલરની નીચે આવી ગયો છે.

અપડેટેડ 02:13:41 PM Mar 11, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે અફરા-તફરી મચી ગઈ છે. માર્કેટ કેપ મુજબ, ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર ટેથર (tether) જ ગ્રીન ઝોનમાં છે, પરંતુ તે પણ લગભગ ફ્લેટ ભાવ પર છે. બાકી ક્રિપ્ટોમાં માત્ર બાઈનેન્સ યૂએસડી (Binance USD) અને યૂએસડી કૉઈન (USD Coin)માં મામૂલી ઘટાડો છે. સૌથી મોટો ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin) તો 20 હજાર ડૉલરની નીચે આવી ગયો છે. એક બિટકૉઈન હવે 8.13 ટકાના ઘટાડા સાથે 19,888.11 ડૉલર (16.32 લાખ રૂપિયા)ના ભાવ (bitcoin Price)માં મળી રહ્યું છે.

જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ 8 ટકાથી વધુ તૂટીને 1400 ડૉલરની નીચે આવી ગયો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 7.16 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 92.18 હજાર કરોડ ડૉલર (75.61 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

વિકલી માત્ર એક ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં

માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં વેચવાલી માત્ર બાઈનેન્સ યૂએસડી (Binance USD) જ ગ્રીન ઝોનમાં છે. જો કે તે પણ લગભગ ફ્લેટ ભાવ પર જ છે. સાત દિવસમાં સૌથી વધું પૉલીગૉન (Polygon) નબળો થયો છે. તે 18 ટકાથી વધું તૂટ્યો છે. જ્યારે ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો સાત દિવસમાં બિટકૉઈ અને ઈથેરિયમમાં લગભગ 11 ટકાનો ઘટાડો આવ્યો છે.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ


ક્રિપ્ટો

હાલના ભાવ

24 કલાકમાં ઉતાર-ચઢાવ

બિટકોઈન (Bitcoin) 19,888.11 ડોલર (-)8.13 ટકા
એથેરિયમ (Ethereum) 1,398.67 ડોલર (-)8.77 ટકા
ટેથર (Tether) 0.9999 ડોલર 0.01 ટકા
બીએનબી (BNB) 268.31 ડોલર (-)6.94 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 0.9997 ડૉલર (-)0.04 ટકા
એક્સઆરપી (XRP) 0.3647 ડોલર (-)7.57 ટકા
બિનાંસે યુએસડી (Binance USD) 1.0 ડોલર (-)0.03 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.06434 ડોલર (-)9.98 ટકા
કાર્ડાનો (Cardano) 0.3017 ડોલર (-)4.21 ટકા
પૉલીગૉન (Polygon) 0.9602 ડોલર (-)8.07 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં વધારો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 7015 કરોડ ડોલર (5.75 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 58.68 ટકા વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.47 ટકા નબળો થઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 41.63 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 10, 2023 5:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.