OTT: કેન્દ્ર સરકાર ભારત વિરોધી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. જે લોકો દેશ વિરુદ્ધ કંઇક ખોટું કરતા જોવા મળે છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સીરીઝમાં, કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે પાકિસ્તાનના OTT પ્લેટફોર્મ વિદલી ટીવીની વેબસાઇટ, બે મોબાઇલ એપ્લિકેશન, ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને એક સ્માર્ટ ટીવી એપ્લિકેશનને બ્લોક કરવાની સૂચનાઓ જારી કરી છે. ઓટીટી પ્લેટફોર્મ પર તાજેતરમાં રિલીઝ થયેલી સેવકઃ ધ કન્ફેશન્સ વેબ સિરીઝના આધારે ભારત સરકારે આ કાર્યવાહી કરી છે.



