મહિલા સન્માન સર્ટિફિકેટમાં કોણ કરી શકે છે રોકાણ, જાણો કેટલું મળશે વ્યાજ - mahila samman saving certificate only for women interest rate investment limit of pm modi sarkari yojna nirmala sitharaman | Moneycontrol Gujarati
Get App

મહિલા સન્માન સર્ટિફિકેટમાં કોણ કરી શકે છે રોકાણ, જાણો કેટલું મળશે વ્યાજ

Mahila Saving Certificate: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ ભાષણમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરી - મહિલા સન્માન બચત સર્ટિફિકેટ. મહિલાઓને આ યોજના બે વર્ષ માટે માર્ચ 2025 સુધી મળશે

અપડેટેડ 01:54:27 PM Feb 09, 2023 પર
Story continues below Advertisement

Mahila Saving Certificate: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ તેમના બજેટ ભાષણમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરી હતી જેનું નામ અપાયું છે મહિલા સન્માન બચત સર્ટિફિકેટ. આ યોજના મહિલાઓ માટે માર્ચ 2025 સુધી બે વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. આમાં મહિલા કે યુવતીના નામે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે, જેના પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. આમાં આંશિક ઉપાડનો ઓપ્શન ઉપલબ્ધ હશે.

મહિલા સન્માન બચત સર્ટિફિકેટ
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મહિલા સન્માન બચત સર્ટિફિકેટ (MSSC)ની જાહેરાત કરી – બજેટ 2023માં મહિલા રોકાણકારો માટે એક વખતની નાની બચત યોજના.

કોણ રોકાણ કરી શકે છે?
મહિલા સન્માન બચત સર્ટિફિકેટ દ્વારા, કોઈપણ મહિલા અથવા છોકરીના નામે - મહિલા સન્માન બચત સર્ટિફિકેટ ખરીદી શકાય છે અથવા નાણાંનું રોકાણ કરી શકાય છે.

મેક્સિમમ લિમિટ શું છે?
મેક્સિમમ રોકાણ મર્યાદા રૂ. 2 લાખ છે અને રોકાણકારો આ યોજના હેઠળ 7.5 ટકાના નિશ્ચિત વ્યાજ દરે કમાઈ શકે છે.

આ વન ટાઈમ સ્કીમ 
અત્રે નોંધનીય છે કે આ સ્કીમ વન ટાઈમ સ્કીમ છે. મહિલા રોકાણકારોને આ સ્કીમ 2 વર્ષ માટે એટલે કે માર્ચ 2025 સુધી મળશે.


આ યોજના કેન્દ્ર સરકાર ચલાવી રહી છે.
આ પ્લાનમાં આંશિક ઉપાડનો વિકલ્પ ઉપલબ્ધ છે. એટલે કે રોકાણના અમુક પૈસા જરૂર પડ્યે ઉપાડી શકાય છે.

હજુ વધુ માહિતી નથી
વ્યાજની ગણતરી કેવી રીતે થશે તે અંગે અમને વધુ વિગતો મળી નથી. ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવશે અથવા સાદું વ્યાજ આપવામાં આવશે. પ્રાપ્ત વ્યાજ પર ટીડીએસ કાપવામાં આવશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી.

આ પણ વાંચો - ટ્વિટરનું સર્વર ડાઉન, યુઝર્સ લોગીન ન કરી શક્યા, ફેસબુક અને ઈન્સ્ટામાં પણ પડી મુશ્કેલીઓ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 09, 2023 10:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.