મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ સીક્યોર્ડ રીડિમેબલ NCD મારફત રૂ. 500 કરોડ એકત્ર કરશે - muthoot finance limited through secured redeemable ncd rs 500 crore will be collected | Moneycontrol Gujarati
Get App

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ સીક્યોર્ડ રીડિમેબલ NCD મારફત રૂ. 500 કરોડ એકત્ર કરશે

મુથૂટ ફાઇનાન્સે પોતાના રોકાણકારોને ફાયદો આપવા અગાઉના ઇશ્યૂની સરખામણીમાં વ્યાજદરમાં વાર્ષિક 0.30 ટકાથી 0.50 ટકાનો વધારો કર્યો છે.

અપડેટેડ 01:22:10 PM Feb 12, 2023 પર
Story continues below Advertisement

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ (Muthoot Finance Limited)એ એના સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (Secured NCD)ની 30મી સીરિઝની જાહેર કરી છે, જેમાં દરેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 100 કરોડ છે, જે ₹ 400 કરોડ સુધીનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ ધરાવે છે, જેથી આ ટ્રેન્ચની કુલ મર્યાદા ₹ 500 કરોડ છે.

એનસીડી ઇશ્યૂ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલશે અને 03 માર્ચ, 2023ના રોજ બંધ થશે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે એનસીડી સમિતિ આ ઇશ્યૂને વહેલાસર બંધ કરવાનો કે તેને લંબાવવાનો નિર્ણય લેવા વિચાર કરવાનો વિકલ્પ ધરાવે છે.

આ ઇશ્યૂ અંતર્ગત ઇશ્યૂ થનાર સીક્યોર્ડ એનસીડી ઇક્રા દ્વારા [ICRA] AA+ (Stable) રેટિંગ ધરાવે છે. ઇક્રા દ્વારા સીક્યોર્ડ એનસીડીનું રેટિંગ “નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઊંચી સલામતી” સૂચવે છે.

એનસીડીનું લિસ્ટિંગ બીએસઈ પર થશે અને ફાળવણી વહેલા એ પહેલાના ધોરણે થશે.

સીક્યોર્ડ એનસીડી માટે વ્યક્તિગત રોકાણકારો માટે દર વર્ષે 8.25 ટકાથી 8.60 ટકાની રેન્જમાં વ્યાજદર સાથે માસિક કે વાર્ષિક ધોરણે કે મેચ્યોરિટી પર રિડેમ્પ્શન વ્યાજની ચુકવણીના 7 વિકલ્પો ધરાવે છે.


30મા એનસીડી ઇશ્યૂ પર મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું હતું કે, “આરબીઆઈ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વ્યાજદરમાં વધારાને ધ્યાનમાં રાખીને અમે પણ અમારા 30મા એનસીડી ઇશ્યૂમાં 2, 3 અને 5 વર્ષની મુદ્દત માટે વ્યાજમાં અનુક્રમે 0.50 ટકા, 0.40 ટકા, 0.35 ટકા સુધીનો વધારો કર્યો છે. અમારા AA+/Stable રેટિંગનો વિચાર કરીને આ વ્યાજદરો અતિ આકર્ષક છે, અમે રિટેલ અને હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકારો માટે ઇશ્યૂનો 90 ટકા હિસ્સો ફાળવ્યો છે, જેમને સંસ્થાઓ અને કોર્પોરેટ માટે લાગુ વ્યાજદરથી વર્ષ 0.50 ટકા વ્યાજ વધારે મળશે.

આ ઇશ્યૂ મારફતે એકત્રિત ફંડનો ઉપયોગ મુખ્યત્વે કંપનીની ધિરાણ પ્રવૃત્તિઓ માટે થશે.ઇશ્યૂના લીડ મેનેજર એ કે કેપિટલ સર્વિસીસ લિ. અને ઇશ્યૂના ડિબેન્ચર ટ્રસ્ટી આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિ. છે. ઇશ્યૂના રજિસ્ટ્રાર લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 11, 2023 2:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.