હવે ભારત બનશે G20નું પ્રમુખ, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વધશે ગરિમા - now india will become the president of g20 pm narendra modi presidency will increase in prestige | Moneycontrol Gujarati
Get App

હવે ભારત બનશે G20નું પ્રમુખ, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વધશે ગરિમા

PM Modi at G20 Summit:ઇન્ડોનેશિયાના બાલીમાં 15 નવેમ્બર એટલે કે આજથી G20 બેઠક શરૂ થઈ છે. આ સમિટ એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધને લઈને વિશ્વના દેશો વહેંચાયેલા છે.

અપડેટેડ 09:33:08 AM Nov 16, 2022 પર
Story continues below Advertisement

PM Modi at G20 Summit:ઈન્ડોનેશિયાના બાલીમાં 15 નવેમ્બર એટલે કે આજથી G20 બેઠક શરૂ થઈ છે. જેમાં વિશ્વના 20 મોટા દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ સમિટ એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધને લઈને વિશ્વના દેશો વહેંચાયેલા છે. આ સમિટમાં વધતી મોંઘવારી વિશ્વ માટે માથાનો દુખાવો બની ગઈ છે. સમગ્ર વિશ્વ મંદીના ભયમાં છે.

યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ પ્રથમ G20 સમિટ છે. રશિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. જે બાદ અમેરિકા સહિત ઘણા મોટા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. આમ છતાં રશિયાની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

ચાલો જાણીએ કે G20 શું છે, કયા દેશો તેના સભ્ય છે અને કયા નેતાઓ બાલી સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

G20 શું છે?

તે વિશ્વના 20 મોટા દેશોનું સંગઠન છે. આ દેશો વિશ્વના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તેઓ વૈશ્વિક વેપારમાં 75 ટકા અને વૈશ્વિક વસ્તીના 60 ટકા હિસ્સો ધરાવે છે.


કયા દેશો G20ના સભ્યો છે?

G20 સભ્ય દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન.

આ કોન્ફરન્સમાં કયા મોટા નેતાઓ લઈ રહ્યા છે ભાગ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલી કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારત G20નું અધ્યક્ષ બનવા જઈ રહ્યું છે. મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પાસેથી આ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ સહિત વિશ્વના ઘણા મોટા નેતાઓને મળવાના છે. તે બાલીમાં ભારતીય લોકોના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. બાલી એક એવો ટાપુ છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન

માનવામાં આવે છે કે, આ બેઠકમાં બાઈડેન વિશ્વના અન્ય નેતાઓ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમાં તાઈવાનને લઈને તણાવ, માનવ અધિકાર, યુક્રેન-રશિયા સંઘર્ષ અને ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમનો સમાવેશ થશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

આ બેઠકમાં શી જિનપિંગ પણ હાજરી આપી રહ્યા છે. કોરોના મહામારી શરૂ થયા બાદ આ તેમનો બીજો વિદેશ પ્રવાસ છે. તેઓ 14 નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓને મળે તેવી શક્યતા છે.

રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ

આ બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિદેશ મંત્રી કરી રહ્યા છે. કહેવાય છે કે, ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે પુતિન પોતે આ બેઠકમાં ભાગ લેવા આવી શક્યા ન હતા. પશ્ચિમી દેશોએ ઇન્ડોનેશિયા પર રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આમંત્રણ ન આપવા દબાણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, યુક્રેન પરના હુમલાઓને જોતા રશિયાને આ સંગઠનમાંથી બહાર કરી દેવું જોઈએ. જો કે, ઇન્ડોનેશિયાએ આ માંગને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, તે અન્ય સભ્યોની સલાહ લીધા વિના આમ કરી શકે નહીં.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક

સુનક અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળવાના છે. બ્રિટિશ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, સુનક અને બાઈડેન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. ઈન્ડો-પેસિફિક પર ચીનના વધતા પ્રભાવને રોકવાના મુદ્દા પર પણ વાતચીતમાં ચર્ચા થઈ શકે છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો

ટ્રુડો આ બેઠકમાં ખાદ્ય, ઉર્જા સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. ટ્રુડો આજે વિશ્વ સામેના મોટા પડકારો અંગે પણ ચર્ચા કરે તેવી આશંકા છે.

સંમેલનમાં આ સિવાય ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ પણ ભાગ લઈ રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 15, 2022 3:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.