Bharat Highways InvIT IPO listing: ફ્લેટ લેવલ પર થઈ લિસ્ટિંગ, 100 રૂપિયા પ્રતિ શેર હતા ઈશ્યુ પ્રાઈઝ | Moneycontrol Gujarati
Get App

Bharat Highways InvIT IPO listing: ફ્લેટ લેવલ પર થઈ લિસ્ટિંગ, 100 રૂપિયા પ્રતિ શેર હતા ઈશ્યુ પ્રાઈઝ

Bharat Highways InvIT IPO listing: આજે આ કંપનીના શેર પણ બન્ને એક્સચેન્જ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. ઈશ્યૂ પ્રાઈઝની સરખામણી આ કંપનીનું લિસ્ટિંગ ફ્લેટ થઈ ગયું છે.

અપડેટેડ 10:48:25 AM Mar 12, 2024 પર
Story continues below Advertisement

સપ્તાહના બીજા કારોબારી સેશનમાં બે કંપનીઓની લિસ્ટિંગ ઘરેલૂ શેર બજારમાં થઈ ગઈ છે. બન્ને કંપનીઓના શેર નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થયો છે. ઈશ્યૂ પ્રાઈઝની સરખામણીમાં આ કંપનીના શેર ફ્લેટ સ્તર પર લિસ્ટ થયો છે.

Bharat Highways InvIT માટે ઈશ્યુ પ્રાઈસ 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, એનએસઈ પર તેનું લિસ્ટિંગ 101.10 રૂપિયા પ્રતિ શેરના ફ્લેટ લેવલ પર થયું છે. જ્યારે, બીએસઈ પર આ લિસ્ટિંગ 101 રૂપિય પ્રતિ શેરના ભાવ પર કરવામાં આવ્યું છે.

આ IPO દ્વારા કંપનીએ 2500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેમાંથી 25 કરોડ નવા શેર રજૂ કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે ફ્રેશ આઈપીઓ હતો. એટલે કે કંપનીના હાલના રોકાણકારો અને પ્રમોટર્સે ઑફર ફૉર સેલ દ્વારા એક પણ શેર વેચ્યો નથી. આઈપીઓ માટે પ્રતિ શેર 98 - 100 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. આઈપીઓ ખુલતા પહેલા, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે સોસાયટી જનરલ, કોપથલ મોરિશિયસ ઇન્વેસ્ટમેન્ટ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ સહિત અનેક એન્કર રોકાણકારોથી 826 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.


IPO થી એકત્ર કરાયેલ ભંડોળનો ક્યાં કરવો ઉપયોગ?

IPO થી એકત્ર કરાયેલા પૈસાનો ઉપયોગ બાકી લોનની ચૂકવણી અને સામાન્ય કૉર્પોરેટ હેતુઓને પૂરા કરવા માટે કરવામાં આવશે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેન્ક અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ આઈપીઓના લીડ મેનેજર છે, પરંતુ KFin Technologies રજિસ્ટ્રાર છે.

કંપનીના વિશેમાં જાણો

Bharat Highways Invit એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે, જે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સના એક પોર્ટફોલિયોને પ્રાપ્ત કરવા, મેનેજ કરવા અને ઈન્વેસ્ટ કરવા માટે અને સેબી InvIT રેગુલેશનના હિસાબથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની એક્ટિવિટીઝને આગળ વધવા માટે સ્ટેબ્લિકશ કરવામાં આવ્યું છે.

કંપનીના ફાઇનાન્શિયલ વિશેમાં

31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત ફાઈનાન્શિયલ વર્ષના માટે કંપનીનું રેવેન્યૂ 1,537.47 કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2022ના 1,600 કરોડ રૂપિયા કરતાં થોડી ઓછી હતી. જોકે, નાણાકીય વર્ષ 2023માં નફો અનેક ગણો વધીને 527.05 કરોડ રૂપિયા થયો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022માં તે માત્ર 62.8 કરોડ રૂપિયા હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2024 10:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.