Clean Max Enviro IPO: ગ્રીન એનર્જી સેક્ટરની મોટી કંપનીનો IPO આજથી ખૂલ્યો, જાણો Price Band અને મેનેજમેન્ટનું શું કહેવું છે?
Clean Max Enviro IPO: દેશની સૌથી મોટી C&I રિન્યુએબલ એનર્જી કંપની Clean Max Enviro નો 3100 કરોડનો IPO આજથી ખૂલ્યો છે. 1000 થી 1053 રૂપિયાના પ્રાઈસ બેન્ડ સાથે આવેલા આ ઈશ્યુમાં રોકાણ કરતા પહેલા જાણો કંપનીના પ્લાન અને મેનેજમેન્ટનો અભિપ્રાય.
Clean Max Enviro IPO: દેશની સૌથી મોટી C&I રિન્યુએબલ એનર્જી કંપની Clean Max Enviro નો 3100 કરોડનો IPO આજથી ખૂલ્યો છે.
Clean Max Enviro IPO: ભારતીય શેરબજારમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરની માંગ સતત વધી રહી છે. આ માહોલ વચ્ચે દેશની સૌથી મોટી કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (C&I) રિન્યુએબલ એનર્જી પ્રોવાઈડર કંપની ‘ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન' (Clean Max Enviro Energy Solution)નો IPO આજથી રોકાણકારો માટે ખૂલી ગયો છે. જો તમે પણ ગ્રીન એનર્જી કંપનીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો અહીં આ IPO ની તમામ વિગતો સરળ શબ્દોમાં જાણી લો.
IPO વિશે મહત્વની વિગતો
ક્લીન મેક્સ એન્વાયરો આ IPO દ્વારા માર્કેટમાંથી કુલ 3100 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
પ્રાઈસ બેન્ડ: કંપનીએ શેરનો ભાવ 1000 થી 1053 રૂપિયા નક્કી કર્યો છે.
IPO સાઈઝ: આ ઈશ્યુમાં 1200 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ (નવા શેર) અને 1900 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.
છેલ્લી તારીખ: આ IPO આજથી શરૂ થઈને 25 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે.
એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી મળ્યો સારો પ્રતિસાદ
IPO સામાન્ય જનતા માટે ખૂલે તે પહેલાં જ કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ (મોટા રોકાણકારો) પાસેથી સારું ફંડ એકઠું કરી લીધું છે. BSE પર ઉપલબ્ધ માહિતી મુજબ, કંપનીએ 41 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 921 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ રોકાણકારોને 1053 રૂપિયા પ્રતિ શેરના ભાવે કુલ 87,46,437 ઈક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે.
કંપની શું કામ કરે છે?
ક્લીન મેક્સ એન્વાયરો એ દેશની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની છે, જે ખાસ કરીને કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરને પાવર સપ્લાય કરે છે. કંપની લોંગ-ટર્મ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPAs) દ્વારા વીજળીનું વેચાણ કરે છે.
કંપનીની ક્ષમતા વિશે વાત કરીએ તો, રિપોર્ટ મુજબ તેની પાસે 2.54 ગીગાવોટ (GW) ની કેપેસિટી છે.
વધુમાં, 2.53 ગીગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
મેનેજમેન્ટ શું કહે છે? જાણો કંપનીનું ફ્યુચર પ્લાનિંગ
આ IPO અને કંપનીના ભવિષ્ય વિશે વાત કરતા કંપનીના CMD કુલદીપ જૈને જણાવ્યું હતું કે, IPO માંથી મળેલા ફંડનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે, જેથી કંપનીની બેલેન્સ શીટ મજબૂત બને.
મેનેજમેન્ટ સાથેની વાતચીતના મુખ્ય અંશ:
ગ્રાહક વર્ગ: કંપની પાસે હાલમાં 500 થી વધુ કોર્પોરેટ કસ્ટમર્સ છે.
એગ્રીમેન્ટ: કંપનીએ 10 અલગ-અલગ રાજ્યોમાં લાંબા ગાળાના 1500 થી વધુ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે.
ગ્રોથ: છેલ્લા 3 વર્ષમાં કંપનીના EBITDA માં વાર્ષિક 7 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વેલ્યુએશન: કુલદીપ જૈનનું માનવું છે કે EV અને EBITDA ની દ્રષ્ટિએ આ IPO નું વેલ્યુએશન આકર્ષક છે.
ફ્યુચર ફોકસ: ડેટા સેન્ટર્સ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના સેગમેન્ટમાં કંપની 40 ટકાથી વધુ ક્ષમતા ધરાવે છે, જે ભવિષ્યમાં મોટી તક સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે, ક્લીન મેક્સ એન્વાયરો કોર્પોરેટ પાવર સેગમેન્ટમાં લિસ્ટેડ થનારી પહેલી કંપની બનશે. ઓક્ટોબર સુધીમાં કંપની પાસે 6000 મેગાવોટની ક્ષમતા હતી, જે તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.